Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાલપુર પોલીસનો માનવીય અભિગમઃ
જામનગર તા. ૨ઃ લાલપુરમાંથી એક બાળકી રડતી હાલતમાં મળ્યા પછી સેવાભાવી લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે વિખૂટા પડી ગયેલા આ બાળકીના માતા-પિતાને બે દિવસ સુધી શોધ્યા પછી તેમની પુત્રીનો કબજો સોંપી આપ્યો છે.
લાલપુરના એસટી સ્ટેન્ડ પાસે લક્કી હોટલ નજીક ગયા રવિવારે એક બાળકી બાકડે બેઠી હતી. તેને શક્તિ ગ્રુપના પ્રમુખ અનિલભાઈ સવસાણીએ પૂછતા તે બાળકી રડવા માંડી હતી તેથી આ બાળકીને અનિલભાઈ તથા પ્રકાશ અઘેડા, ફૈઝલ ચાવડા પોલીસ મથકે લઈ ગયા હતા.
લાલપુરના પીએસઆઈ એસ.પી. ગોહિલ તથા સ્ટાફે મહિલા પોલીસકર્મી આરતીબેન અને રિદ્ધિબેનને આ બાળકીને પૂછવાનું કહેતા બાળકીએ માતા, પિતાથી વિખૂટી પડી ગઈ હોવાનું જણાવ્યું હતું. તેણીના માતા-પિતાને શોધવામાં પોલીસને બે દિવસ લાગ્યા પછી મંગળવારે બાળકીનો કબજો માતા-પિતાને સોંપાયો છે. ત્યાં સુધી બાળકીના ભોજન સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial