Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બુધવારે રાત્રે મળ્યો હતો અર્ધ સળગેલો મૃતદેહઃ
જામનગર તા. ૨ઃ જામનગરના સેન્ટ્રલ બેંક વિસ્તારમાં આવેલી ધ્રુવફળી પાસેથી બુધવારે રાત્રે એક યુવાનનો અર્ધ સળગેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ યુવાન પટેલવાડી પાસે માતૃઆશિષ સોસાયટીમાં રહેતો હોવાનું અને તેણે આત્મહત્યા કર્યાનું ખૂલ્યું છે. મૃતક માનસિક બીમારીથી પીડાતા હતા અને બુધવારની સવારે મરવા માટે જાઉં છું તેમ માતાને કહીને નીકળ્યા પછી તેઓએ શરીર પર પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કર્યું હતું. પોલીસે મૃતકના બનેવીનું નિવેદન નોંધ્યું છે.
જામનગરના સેન્ટ્રલ બેંક વિસ્તારમાં આવેલી ધ્રુવફળી પાસે બુધવારની રાત્રે એક યુવાન અર્ધ સળગેલી હાલતમાં પડ્યો હોવાની વિગત મળતા સિટી-એ ડિવિઝનના પીઆઈ એન.એ. ચાવડા તથા સ્ટાફ દોડી ગયા હતા. પોલીસે ત્યાંથી ઉંધા મ્હોંએ પડેલા યુવાનનો મૃતદેહ કબજે કરી પી.એમ.માં ખસેેડ્યો હતો.
ત્યારપછી મૃતકની ઓળખ મેળવવા શરૃ કરાયેલી તજવીજમાં મૃતકનું નામ કમલેશ ચંદુભાઈ ટંકારીયા (ઉ.વ.પ૧) હોવાનું અને આ યુવાન નવાગામ ઘેડમાં માતૃ આશિષ સોસાયટીની શેરી નં.૩માં રહેતો હોવાનું ખૂલ્યું હતું. તેના પરિવારનો પોલીસે સંપર્ક કર્યાે હતો. જેમાં તેના માતા મળી આવ્યા હતા અને મૃતકના બહેન રાજકોટમાં રહેતા હોવાનું ખૂલ્યું હતું.
ત્યારપછી રાજકોટથી દોડી આવેલા મૃતકના બહેન-બનેવીએ મૃતદેહને ઓળખી બતાવ્યો હતો. પોલીસે રાજકોટમાં ઢેબર રોડ પર ગીતાનગરમાં રહેતા મૃતકના બનેવી કમલેશભાઈ મેઘજીભાઈ પીઠડીયાનું નિવેદન નોંધ્યું છે.
તેઓએ જણાવ્યા મુજબ તેમના સાળા કમલેશ ચંદુભાઈ (ઉ.વ.પ૧) માનસિક રોગથી પીડાતા હતા. તેઓ બુધવારે સવારે પોતાના ઘરેથી મરવા માટે જાઉં છું તેમ કહીને નીકળ્યા પછી સાંજ સુધી પરત આવ્યા ન હતા અને રાત્રિના સમયે તેમનો અર્ધ સળગેલો મૃતદેહ ધ્રુવફળી નજીકથી મળી આવ્યો હતો. આ યુવાને નાના કેરબામાં પોતાની સાથે પેટ્રોલ લઈ જઈ ધ્રુવફળી પાસે પહોંચી પોતાના શરીર પર તેને રેડી દઈ દીવાસળી ચાંપી હતી અને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે નિવેદન નોંધી તપાસ આદરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial