Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ચૂંટણી ખર્ચ, નિરીક્ષક તરીકે અવિજીત મીશ્રાની નિમણૂક

ચૂંટણીખર્ચની ફરિયાદ માટે સીધો ફોન કરી શકાશે

જામનગર તા. ૮: લોકસભા બેઠક પરના ચૂંટણી ખર્ચના નિરીક્ષકોની નિમણૂક કરી દેવામાં આવી છે.  રાજ્યની ર૬ બેઠકોના ચૂંટણી ખર્ચ નિરીક્ષકો તરીકેની નિમણૂક કરી દેવામાં આવી છે.

જામનગર લોકસભાની બેઠક માટે ર૦૦૮ ની બેચના આઈઆરએસ અધિકારી અવિજીત મીશ્રાને નિમણૂક આપવામાં આવી છે.

આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ચુક્યો છે ત્યારે ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવા માટે અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમો ચૂંટણી માટે થતા ખર્ચ ઉપર ચાંપતી દેખરેખ રાખશે.

ખાસ કરીને રાજકીયપક્ષો દ્વારા થતાં મંડપ, સ્ટેઈજ, ડેકોરેશન, ફર્નિચર, ભોજન, ચા-પાણી, નાસ્તા વગેરે ખર્ચા તથા સાઉન્ડ સીસ્ટમ, ટીવી વગેરે માધ્યમ પાછળ થતાં ખર્ચ નિયત ખર્ચ રજીસ્ટરમાં ઉધારવામાં આવે છે કે કેમ ? તેના ઉપર દેખરેખ રાખવામાં આવશે.

આગામી  દિવસોમાં આ નિરીક્ષક જામનગરમાં આવી પહોંચશે અને સર્કિટ હાઉસમાં રોકાણ કરશે. જે તે સમયે તેના મોબાઈલ નંબર સહિત લોકો તેમને કયારે મળી શકે તેની વિગતો સ્થાનિક ચૂંટણી તંત્ર દ્વારા જાહેર થશે.

ખાસ કરીને કોઈ વ્યક્તિ ચૂંટણી ખર્ચ બાબતે ફરિયાદ કરવા ઈચ્છતા હોય તો તેમનો સીધો સંપર્ક કરી શકશે. જામનગરના ચૂંટણી ખર્ચના નિરીક્ષક અવિજીત મીશ્રાનો મોબાઈલ નંબર ૯૪૭૭૩ ૩૧૭પર છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh