Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોના-ચાંદીની સ્થાનિક બજારોમાં મંદીનો માહોલઃ 'થોભો અને રાહ જુઓ'ની નીતિ
મુંબઈ/અમદાવાદ તા. ૮: આજે સેન્સેક્સ અને નિફ્ટી ઐતિહાસિક સ્તરે પહોંચ્યા છે, તો શેરબજાર ઉપરાંત દિવસના પ્રારંભે સોના-ચાંદીના ભાવોમાં પણ વિક્રમજનક તેજી જોવા મળી હતી. બીજી તરફ સ્થાનિક બજારોમાં થોભો અને રાહ જુઓની નીતિ જણાતા મંદી જેવો માહોલ હતો.
શેરબજારમાં નવા સપ્તાહની શરૂઆતમાં નિફ્ટી પ૦ અને સેન્સેક્સ ઐતિહાસિક ટોચ નોંધાવી આકર્ષક શરૂઆત કરી છે, અને સવારે સેન્સેક્સ ૪૧૦.૭૩ પોઈન્ટના ઉછાળા સાથે ૭૪,૬પ૮.૯પ ની, જ્યારે નિફ્ટી પ૦,૧૦૯.રપ પોઈન્ટ વધી રર,૬ર૩.૯૦ ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યા હતાં. આ સાથે માર્કેટ કેપ ૪૦૦ લાખ કરોડની સપાટી વટાવી છે. બપોરે ૧ર-૩૦ ના સુમારે સેન્સેક્સમાં પરપ અને નિફ્ટીમાં ૧પ૭ પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો હતો.
બીજી તરફ સવારે ૧૦-૧પ વાગ્યા સુધી બીએસઈમાં કુલ ૧૬૯ સ્ક્રિપ્સ વર્ષની ટોચે પહોંચી હતી, જ્યારે ર૦૭ થી વધુ શેરોમાં અપર સર્કિટ લાગી છે. સેન્સેક્સ પેકની ર૪ સ્ક્રિપ્સ ૩ ટકા સુધી સુધારા સાથે ટ્રેડ થઈ રહી હતી. એસબીઆઈ, બજાજ ફાઈનાન્સ, નેસ્લે, એચડીએફીસ બેંક, ટાઈટન અને વિપ્રોમાં પ્રોફિટ બુકિંગ વધતા નજીવા ઘટાડે ટ્રેડ થઈ રહ્યા હતાં.
મિડકેપ ઈન્ડેક્સ ર૦ર.૬ર પોઈન્ટ ઉછાળા સાથે ૪૧,૧૧૩.૧૬ ના રેકોર્ડ ટોચે પહોંચ્યો હતો. ઈન્ડેક્સમાં ટ્રેડેડ ૭૧ સ્ક્રિપ્સ ર ટકાથી ૧૦ ટકાથી વધુ ઉછાળા સાથે ટ્રેડ થઈ રહી હતી, જ્યારે પપ શેરો ર ટકા સુધી ઘટાડે કારોબાર થઈ રહ્યા છે.
લાર્જ કેપ સહિત મીડકેપ શેરોમાં પણ તેજી નોંધાઈ છે. બેન્કીંગ, ફાઈનાન્સ અને ઓટો સહિતના શેરોમાં તેજી સાથે ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઈન્ડસ્ટ્રીયલ્સ, ટેલિકોમ્યુનિકેશન્સ, મીડકેપ અને સર્વિસિઝ ઈન્ડેક્સ સર્વોચ્ચ ટોચે પહોંચ્યો છે. વ્યાજદરો જળવાઈ રહેતા રિયાલ્ટી સેગમેન્ટ પોઝિટિવ નોટ સાથે વર્ષની ટોચે પહોંચ્યું છે.
આ સપ્તાહે ર૦ર૩-ર૪ ના ચોથા ત્રિમાસિક પરિણામો જારી કરવાની સિઝન શરૂ થવા જઈ રહી છે, જેમાં પોઝિટિવ આઉટલૂક સાથે રોકાણકારો રોકાણ વધારી રહ્યા છે. ટોચની આઈટી કંપનીઓના પરિણામો પર મુખ્ય નજર રહેશે. આરબીઆઈ દ્વારા પણ સકારાત્મક માહોલની જાહેરાતના પગલે સ્થાનિય સ્તરે સેન્ટિમેન્ટ પોઝિટિવ જોવા મળી રહ્યું છે, જ્યારે વૈશ્વિક સ્તરે પણ ફેફ દ્વારા વ્યાજદરોમાં ઘટાડાની અપેક્ષાની પગલે વિદેશી રોકાણ વધવાનો આશાવાદ માર્કેટ નિષ્ણાતો આપી રહ્યા છે. વોલેટાલિટીમાં નીચા મથાળેથી ખરીદી વધારવા સલાહ આપી રહ્યા છે.
આજે ભારતીય રૂપિયો ડોલર સામે ૪ પૈસાની મજબૂતાઈ સાથે ૮૩.ર૬ ના સ્તરે ખૂલ્યો હતો, જો કે, બાદમાં ૮૩.૩ર ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. ફેડ રેટ કટની શક્યતાઓ વચ્ચે ડોલર નબળો પડવાના સંકેત નિષ્ણાતો દર્શાવી રહ્યા છે.
અમદાવાદમાં શનિવારે હાજર સોાનું રૂ. ૭૩,૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામની રેકોર્ડ ટોચે પહોંચ્યું હતું. ચાંદી પણ રૂ. ૮૧,૦૦૦ પ્રતિ કિગ્રા થઈ હતી. અમદાવાદ ચોક્સી મહાજનના હેમંત સથવારાએ જણાવ્યું હતું કે, વૈશ્વિક બજારોમાં સોના-ચાંદીની રેકોર્ડ તેજીના પગલે સ્થાનિય સ્તરે ભાવ વધતા હાજર બજારોમાં નવી ખરીદી મામલે મંદીનો માહોલ જોવા મળ્યો છે. વેપારીઓ અને રોકાણકારોએ હાલ પૂરતી નવી ખરીદી અટકાવી છે. ઘરાકોએ ભાવ હજી વધવાના આશાવાદ સાથે હાલ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી છે. અમુકે વેચવાલી નોંધાવી પ્રોફિટ બુક કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial