Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડની સગીરા પર દુષ્કર્મ ગુજારવાના ગુન્હામાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ

ભોગ બનનાર સગીરાને ચૂકવાશે વળતરઃ

જામનગર તા. ૮: ભાણવડની એક સગીરાને લલચાવી ફોસલાવી ખેતરે લઈ જઈ સવા વર્ષ પહેલાં એક શખ્સે દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ પોલીસમાં થઈ હતી. તે ગુન્હામાં અદાલતે આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ગામમાં વસવાટ કરતા કિરીટ હીરાભાઈ સોલંકી નામના શખ્સ સામે એક સગીરા પર દુષ્કર્મ ગુજારવા અંગે ગયા વર્ષે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. શાળાએ જતી આ વિદ્યાર્થિનીના શિક્ષકના કિરીટે ફોન કરીને જણાવ્યું હતું કે, આ વિદ્યાર્થિની બીમાર હોવાથી આજે શાળાએ નહીં આવે. આ વેળાએ શિક્ષકને શંકા જતાં તેણે આ વિદ્યાર્થિની અને કિરીટ સોલંકી વચ્ચે શું સંબંધ છે તેમ પૂછતા વિદ્યાર્થિનીએ કોઈ સંબંધ ન હોવાનું કહ્યું હતું અને શિક્ષકે તેણીને શાળાએ આવી જવાનું જણાવતા વિદ્યાર્થિનીને કિરીટ સોલંકી શાળાએ મૂકી ગયો હતો.

ત્યારપછી આ વિદ્યાર્થિનીના વાલીને તેની વાત કરાતા તેઓએ સાંત્વના આપી પૂછપરછ કરતા આ વિદ્યાર્થિનીએ દોઢેક મહિના પહેલાં કિરીટ સોલંકી પોતાની વાડીએ તેણીને લઈ ગયાની અને ત્યાં દુષ્કર્મ ગુજાર્યાની વિગત આપી હતી. આ બાબતની પોલીસમાં ફરિયાદ કરાતા પોલીસે આઈપીસી તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.

ઉપરોક્ત કેસ ચાલી જતાં અદાલતે આરોપી વિરૂદ્ધનો ગુન્હો સાબિત માની તેને વીસ વર્ષની સખત કેદની સજા અને રૂ. ૨૦,૦૦૦નો દંડ ફટકાર્યાે છે. ભોગ બનનાર સગીરાને કમ્પેઈન્સેશનમાંથી રૂ. ૪,૦૦,૦૦૦ વળતર પેટે ચૂકવાશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh