Advertisement
Author: નોબત સમાચાર

વાદળછાયા વાતાવરણ સાથે ૧૧ થી ૧૩ એપ્રિલ કમોસમી વરસાદની હવામાનખાતાની આગાહી

મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં

અમદાવાદ તા. ૮: હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. ખેડૂતોની ચિંતા ફરી એક વખત વધી છે.

રાજ્યમાં ગરમી સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગ અનસાર ૧૧, ૧ર, ૧૩ એપ્રિલ પ્રી-મોન્સુન વરસાદની આગાહી છે. જેમાં ઉત્તર ગુજરાત મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ થવાની શક્યતા છે. આ આગાહીના કારણે રાજ્યમાં ખેડૂતોની ચિંતા ફરી એક વખત વધી છે. જેમાં ઉનાળુ પાકને નુક્સાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જેમાં હવામાન વિભાગની આગામી પ્રમાણે ૧૦ મી એપ્રિલે દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદ થઈ શકે છે, જ્યારે ૧૧ મી એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે.

કમોસમી વરસાદના કારણે કેરી સહિતના બાગાયતી પાક અને ઘઉં, જીરૂ સહિતના ઉનાળુ પાકને નુક્સાન થવાની ભીતિ સેવાઈ રહી છે. પ્રી-મોન્સુન એક્ટિવિટીથી વરસાદની આગાહી છે. તેમાં ગાજવીજ અને ભરે પવનો સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ૧ર એપ્રિલે ભરૂચ, સુરત, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે તથા ૧૩ એપ્રિલે ભરૂચ, સુરત, નવસારી તથા ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદ રહેશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh