Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડ તાલુકાના રૂપામોરામાં કૂતરાઓએ ૧૧ વર્ષની બાળકીને ફાડી ખાધી : અરેરાટી

પાણીની મોટર ચાલુ કરવા ગઈને કૂતરાના રૂપમાં કાળ આંબી ગયોઃ

ખંભાળીયા તા. ૮: દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રૂપામોરા ગામ પાસેની એક વાડીમાં રહેતા સગર પરિવારની ૧૧ વર્ષની પાંચમાં ધોરણમાં ભણતી પુત્રીને કૂતરાઓએ હુમલો કરી તેને સ્થળ પર જ ગળુ, પેટ ફાડી નાખીને મોતને ઘાટ ઉતારતા ભારે કરૂણ બનાવથી  સમગ્ર ભાણવડ પંથકમાં અરેરાટી સાથે શોકની લાગણી ફેલાઈ છે.

રૂપામોરા ગામની નજીક આવેલા હીરાભાઈ પીપળોતર સગર પરિવાર તેમના ખેતર પર કામ કરતા હતા ત્યારે તેની પુત્રી પુરી (ઉ.વ.૧૧) પાણીની મોટર ચાલુ કરવા ગઈ હતી તેને ત્યાં ધોરીયામાં બેઠેલા કૂતરાઓએ હુમલો કરીને ગળા, પેટ, પગમાં બચકા ભરવા લાગતા સગર પરિવારજનો દોડ્યા હતા તથા પાંચ કૂતરાને હાંકી કાઢીને તાકીદે આ બાળકીને ભાણવડ હોસ્પિટલે લઈ ગયા હતા પરંતુ તે રસ્તામાં જ ગંભીર ઈજા તથા લોહી વહેવાથી મૃત્યુ પામી હતી.

રૂપામોરામાં આ પાંચ કૂતરાઓનો આતંક છે. થોડા સમય પહેલા બે પાડીને હુમલો કરી મારી નાખી હતી તો બે નાના છોકરાઓ પર પણ હુમલો કર્યો હતો પણ નજીકમાંથી લોકો દોડી આવતા તેઓ ઘાયલ કરીને નાસી ગયા હતાં.

મૃતક પુરીબેનના પિતા હિરાભાઈને સંતાનમાં છ પુત્રી અને એક દીકરો છે. સવારે શાળાએ વાડીએથી જતાં આ વિસ્તારમાં આમના જેવા કેટલાય વાલીઓ ચિંતીત હોય છે ત્યારે આ કૂતરાઓની ગેંગ હજુ અન્ય કોઈનો જીવ લે તે પહેલા તેમને પકડી લેવા અથવા અન્ય જગ્યાએ મુકવા માંગ ઉઠી છે. જિ.પ્રા. શિ. મધુબેન ભટ્ટ દ્વારા પણ આ બાબતે સૂચના અપાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh