Advertisement
Author: નોબત સમાચાર

આરએસએસના વડા મોહન ભાગવત આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે

ભરૂચ, વડોદરા, અમદાવાદમાં વિવિધ સમાજોને મળશે

અમદાવાદ તા. ૮: ગુજરાત લોકસભાની ચૂંટણી પહેલા જ આરએસએસ તરફથી તેની પૂર્વ તૈયારીઓ લગભગ છેલ્લા એક વર્ષથી આરંભી દેવાઈ હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંચાલક અને વડા મોહન ભાગવત ચૂંટણી પહેલા સતત આંતરિક બેઠકો કરીને ચૂંટણી પહેલાનો માહોલ બનાવી રહ્યા હતાં. હાલ ઉમેદવારોને લઈને ભાજપમાં નારાજગી ચાલી રહી છે અને આજે ક્ષત્રિય સમાજની વધુ એક બેઠક યોજાઈ શકે છે, ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંચાલક અને વડા મોહન ભાગવત આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેઓ ભરૂચ, વડોદરા અને અમદાવાદ શહેરમાં વિવિધ સમાજના નાગરિકોની બેઠકમાં ભાગ લેશે.

જે પ્રકારે પહેલા વડોદરા, સાબરકાંઠા, જૂનાગઢ અને હવે રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવારોને લઈને વિરોધના વંટોળો જોવાયા છે. તેને લઈને મોહન ભાગવતની આ વિઝિટ હોવાનું મનાઈ રહ્યું છે. નાગરિકો સાથે બેઠક કરીને તેઓ જનતાની નાડ પારખવાની કોશિશ કરશે. વડોદરા અને ભરૂચ મતક્ષેત્રમાં ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થાય તેના પહેલા આરએસએસ ચીફ મોહન ભાગવતના કાર્યક્રમો નક્કી થયા છે.

આરએસએસના ગુજરાત એકમે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ મોહન ભાગવત આજે વડોદરા આવી ગયા છે ત્યાંથી બપોરે ભરૂચમાં પ્રબુદ્ધ નાગરિકો સાથે બેઠક યોજશે. રવિવારે સવારે નર્મદાકાંઠે ગરૂડેશ્વર સ્થિત દત્ત મંદિરે દર્શન કરીને વડોદરામાં પણ ગોષ્ઠિ કરશે. એ દિવસ સાંજે તેઓ અમદાવાદમાં હેડગેવાર ભવનમાં રોકાણ કરશે, જ્યાં ભાજપના પદાધિકારી કે સંઘના આગેવાનો સાથે બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આગામી શુક્રવારે લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ થશે. ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થશે તે પૂર્વે મોહન ભાગવતની આ ત્રણ દિવસીય મુલાકાત ઘણી મહત્ત્વની મનાઈ રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh