Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોટી સંખ્યામાં ક્ષત્રિય ભાઈ-બહેનો કલેક્ટર કચેરીએ પહોંચ્યાઃ
ભાજપના રાજકોટ બેઠકના લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજ વિશેની અભદ્ર ટિપ્પણી સામે વિવાદ જાગ્યો છે. જામનગરમાં હાલાર જિલ્લા રાજપૂત સેવા સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તેમની ટિકિટ રદ્ કરવા માંગણી કરવામાં આવી હતી. ક્ષત્રિય સમાજનો ઈતિહાસ સુવર્ણ અક્ષરે લખાયેલ છે. રાજપૂત સમાજે આપેલા બલિદાનનો પણ ઈતિહાસ પણ અમર છે. આજે ક્ષત્રિયોના પાળિયા પૂજાય છે, ત્યારે ભાજપના પરસોત્તમ રૂપાલાના રોટી બેટીના નિવેદનથી સમાજને ઠેસ પહોંચી છે અને લાગણી દુભાવાઈ છે. આથી તેમની ટિકિટ રદ્ કરવામાં આવે અને તેની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. આ આવેદન પત્ર પાઠવવાના સમયે હાલાર જિલ્લા રાજપૂત સમાજના ભાઈઓ-બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial