Advertisement
Author: નોબત સમાચાર

હૌર ઓફ કોડ ઈવેન્ટમાં જામનગરની રાધિકા એડ્યુકેર સ્કૂલના વિદ્યાર્થીઓનો ઉત્કૃષ્ઠ દેખાવ

તાજેતરમાં એલ.જી. હરિયા સ્કૂલમાં વેગ ફાઉન્ડેશન દ્વારા હૌર ઓફ કોડ ઈવેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં અલગ અલગ સંસ્થાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ ઈવેન્ટમાં વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ કોડીંગ લેન્ગવેજમાં પ્રોગ્રામ બનાવવામાં આવ્યા હતાં જેમ કે સ્કેચ કેનવા, વર્ડ પ્રેસ, પાયથન વગેરે આ ઈવેન્ટમાં રાધિકા એડ્યુકેર સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા પણ અલગ અલગ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતાં જેમાંથી સ્કેચ પ્રોગ્રામીંગમાં મહમદ કેશરિયાએ પ્રથમ, રૂષભ મહેતાએ દ્વિતીય, તેમજ દર્શી નાગડા અને શ્રીયા માલદેએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. કેનવા પ્રોગ્રામીંગમાં કુંજધાડિયાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. વિદ્યાર્થીની સફળતા માટે શ્રેય શાળાના પ્રિન્સિપાલ શ્રીમતી શિવાની આચાર્યના માર્ગદર્શન હેઠળ મેન્ટર મૌલી અબ્રાહમ, નુપુર સંગતાની, નીખીલ શુક્લ, તેમજ અજય ત્રિવેદીએ જહેમત ઊઠાવી હતી. આ તકે જૈન એડ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન ડો. ભરતેશ શાહ દ્વારા સર્વે વિજેતાઓ તેમજ ભાગ લેનાર વિદ્યાર્થીઓને ભવિષ્યમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh