Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શિવરાજપુર, સરક્રીક, ધોળાવીરા, બનાસકાંઠાના સરહદી વિસ્તારોને
ગાંધીનગર તા. ૮: રાજ્ય સરકારે સ્પેશિયલ પ્રવાસન ક્ષેત્રો સ્થાપવા માટે બજેટમાં છે જેમાંથી રૂ. ર૦૦ કરોડ ફાળવ્યા છે. તેમાંથી ધોળાવીરા, શિવરાજપુર, સરક્રીક અને બનાસકાંઠાના સરહદી વિસ્તારોને એસટીઝેડ તરીકે વિક્સાવવાની દરખાસ્ત છે.
ગુજરાતના પ્રવાસન વિભાગે રાજ્યમાં સ્પેશિયલ ટુરિઝમ ઝોન વિક્સાવવા માટે રૂ. ર૦૦કરોડ ફાળવ્યા છે. આ સૂચિત ઝોનને ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ બન્ને પ્રોજેક્ટ તરીકે વિક્સાવવામાં આવશે. કેન્દ્ર સરકાર સ્પેશિયલ ટુરિઝમ ઝોનની સ્થાપના માટે ભંડોળ આપે છે, ત્યારે રાજ્યના પ્રવાસન વિભાગે પણ આ વર્ષના બજેટમાં ર૦૦ કરોડ રૂપિયાની રકમ ફાળવી છે.
આ વિશેષ પ્રોજેક્ટ્સ માટે મોટાભાગનું ભંડોળ કેન્દ્ર સરકાર તરફથી આવશે, કારણ કે તેની પાસે વિશેષ પ્રવાસન પ્રોજેક્ટ્સ પર વ્યાપક નીતિ છે. રાજ્ય સરકાર સંપૂર્ણપણે નવી સાઈટ્સ વિક્સાવવા તેમજ હાલની સાઈટ્સને એસટીઝેડમાં રૂપાંતરિક કરવા માગે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ધોળાવીરા, શિવરાજપુર, સરક્રીક અને બનાસકાંઠાના સરહદી વિસ્તારોમો એસટીઝેડ તરીકે વિક્સાવવાની દરખાસ્ત છે, જ્યારે ધોળાવીરા, શિવરાજપુર અને બનાસકાંઠાના સરહદી વિસ્તારોને બ્રાઉનફિલ્ડ એસટીઝેડ તરીકે વિક્સાવવામાં આવશે, ત્યારે સરક્રીક વિસ્તારોને ગ્રીનફિલ્ડ એસટીઝેડ તરીકે વિક્સાવવાની દરખાસ્ત હોવાનું એક અંગ્રેજી અખબારના અહેવાલમાં આધારભૂત સૂત્રોને ટાંકીને જણાવ્યું છે.
આ અહેવાલ મુજબ કેન્દ્ર સરકારની એસટીઝેડ નીતિ હેઠળ, રાજ્ય સરકારોને પ્રથમ તબક્કા હેઠળ ગ્રીનફિલ્ડ એસટીઝેડ માટે રૂ. ૩૦૦ કરોડ અને બ્રાઉનફિલ્ડ એસટીઝેડ માટે રૂ. ૧૦૦ કરોડ મળે છે.જો રાજ્યો પૂર્વ-નિર્ધારિત કામગીરી-સંબંધિત પરિમાણોને પૂર્ણ કરે છે, તો તેઓને ગ્રીનફિલ્ડ એસટીઝેડ માટે રૂ. ર૦૦ કરોડ પ્રાપ્ત થશે અને તબક્કા ર માટે બ્રાઉનફિલ્ડ એસટીઝેડ માટે રૂ. ૧૦૦ કરોડ ફાળવાશે. પ્રવાસન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉત્પાદનો અને અનુભવો માટે નવા માપદંડો બનાવવા અને પ્રવાસ, પર્યટન અને હોસ્પિટાલિટી ક્ષેત્રે વૈશ્વિક ખેલાડીઓને આકર્વા માટે, ભારત સરકારે એસટીઝેડના વિકાસ માટેની યોજના ઘડી છે. આ યોજના પર્યટનના અનુભવને વધારવા માટે ખાનગી ક્ષેત્ર સાથે ભાગીદારીમાં સંકલિત મોટા પાયે આધુનિક પ્રવાસન એન્ક્લેવ વિક્સાવવાની છે.
દેશમાં વિશ્વ-કક્ષાના પ્રવાસન ક્ષેત્રો વિક્સાવવાના વિઝનને હાંસલ કરવા અને પ્રવાસ, પર્યટન અને હોસ્પિટાલિટીમાં વૈશ્વિક ખેલાડીઓને આકર્ષવા માટે, કેન્દ્ર સરકારે એસટીઝેડની સ્થાપના માટે માર્ગદર્શિકા નિર્ધારિત કરી છે. દરેક એસટીઝેડની અનન્ય ઓળખ હોવી આવશ્યક છે. રાજ્ય સરકારે આવા પ્રોજેક્ટ્સ માટે વ્યાપક માસ્ટર પ્લાન પ્રદાન કરવો જોઈએ.
આ પ્રોજેક્ટના ઉદ્દેશ્યો મુજબ પ્રોજેક્ટ ટકાઉ અને જવાબદાર હોવા જોઈએ. સમગ્ર વિસ્તારના સંકલિત વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જીઓઆઈ માર્ગદર્શિકા કહે છે કે આવા પ્રોજેક્ટ્સ વિક્સાવવાનું ધ્યાન આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષવા પર હોવું જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial