Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કલ્યાણપુરની વીજ કંપની દ્વારા
ખંભાળીયા તા. ૮: લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ હેઠળ કલ્યાણપુર તાલુકાની પીજીવીસીએલ કચેરી દ્વારા વીજ બિલ પર મતદાન જાગૃતિના સ્ટેમ્પ લગાવી જાગૃતિ લાવવાનો નવતર પ્રયાસ કરાયો છે.
લોકશાહીના સૌથી મોટા પર્વ ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ પ્રયાસો કરી રહ્યું છે. આગામી સમયમાં લોકસભાની ચૂંટણી-ર૦ર૪ નો સૌથી મોટો અવસર આવી રહ્યો છે. આગામી તા. ૭-મે ના ગુજરાતની તમામ ર૬ લોકસભાની સીટો પર મતદાન થશે. ગત્ ચૂંટણી કરતા આ વખતે મતદાનની ટકાવારી વધે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. જેના ભાગરૂપે દેશવાસીઓને લોકસભા ચૂંટણી અન્વયે મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યાં છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાનને લઈ લોકોમાં વધુમાં વધુ જાગૃતતા કેળવાઈ તે માટે જિલ્લા ચૂંટણી તંત્રના દિશા-નિર્દેશ મુજબ મતદાન જાગૃતિ લાવવાનો નવતર અને અનોખા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે.
કલ્યાણપુર પી.જી.વી.સી.એલ. કચેરી દ્વારા વીજ બિલ પર તા. ૭-મે ના અચૂક મતદાન કરે તથા "મતદાન જરૂર કરીએ" નો સંદેશ પાઠવતા સ્ટેમ્પ તૈયાર કરવામાં આવ્યા છે. લોકો સુધી રૂબરૂ પહોંચતા વીજ બિલ પર લગાવેલ સ્ટેમ્પ લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરી મતદાન જાગૃતિ અભિયાનને વધુ અસરકારક બનાવવાનો આ પ્રયાસ સરાહનીય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial