Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધ્રોલમાં ગંજીપાના કૂટતા ચાર ઝડપાયાઃ
જામનગર તા. ૮: જામનગરના લુહારસાળ વિસ્તારમાં ગઈરાત્રે ઘોડીપાસા વડે જુગાર રમી રહેલા છ શખ્સને પોલીસે પકડી પાડ્યા હતા. જ્યારે ધ્રોલમાંથી ચાર પત્તા પ્રેમી પકડાઈ ગયા હતા. બે વર્લીબાજને પણ દબોચી લેવામાં આવ્યા છે.
જામનગરના સેન્ટ્રલ બેંક વિસ્તારમાં આવેલી પતંગીયા ફળીમાં ગઈરાત્રે કેટલાક શખ્સો એકઠા થઈ ઘોડીપાસા વડે જુગાર રમતા હોવાની બાતમી મળતા સિટી-એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે રાત્રે સાડા બાર વાગ્યે પતંગીયા ફળીમાં દરોડો પાડ્યો હતો. આ સ્થળે ઘોડીના પાસા ફેંકી જુગાર રમી રહેલા ધર્મેન્દ્ર અમૃતલાલ અસાવલા, ભાવેશ પ્રભુદાસ પરમાર, અજય રમેશભાઈ દાઉદ્રા, ખીમાભાઈ જીવાભાઈ મુળીયા, ચેતન ભીખુભાઈ સોલંકી, વિશાલ રણછોડભાઈ વાઢેર નામના છ શખ્સ મળી આવ્યા હતા. પોલીસે રૂ. ૧૦,૭૭૦ રોકડા, ચાર મોબાઈલ મળી કુલ રૂ. ૨૬,૨૭૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે.
ધ્રોલમાં આવેલા આહિર કન્યા છાત્રાલય પાછળની સીમમાં ખરાબાના વિસ્તારમાં બાવળની ઝાળીઓમાં શનિવારે બપોરે ગંજીપાના વડે જુગાર રમી રહેલા રફીક ઈબ્રાહીમ મકવાણા ઉર્ફે ભયલો ડફેર, હાજી સુલતાન મકવાણા, સીદીક ઉર્ફે ટીડો ઈબ્રાહીમ મકવાણા તથા રઝાક સુલતાન મકવાણા નામના ચાર શખ્સને પોલીસે પકડી પાડી પટમાંથી રૂ. ૩૩૫૦ કબજે કર્યા છે.
જામનગરના ખોજા નાકા વિસ્તારમાં આવેલી લીમડા ફળીમાંથી શનિવારે સાંજે પોલીસે શબ્બીર રહીમ બ્લોચ નામના શખ્સને વર્લીના આંકડા લખતો પકડી પાડ્યો હતો. જ્યારે જોડીયા શહેરમાંથી શનિવારે સાંજે અઝીઝ મહમદ ગાધ નામનો શખ્સ પણ વરલીનું બેટિંગ લેતો મળી આવ્યો હતો. પોલીસે બંને શખ્સના કબજા માંથી વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી તથા રોકડ રકમ કબજે લીધા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial