Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પચાસ હેક્ટર જમીન ધરાવતા ૩ર દ્વીપ પૈકી
જામનગર તા. ૮: ગુજરાત રાજ્યમાં દેશના વિવિધ ભાગો અને વિદેશથી આવતા પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે. આથી પ્રવાસન ઉદ્યોગને વધુ વેગ આપવા માટે સરકારે ટાપુઓના વિકાસની યોજના બનાવી છે.
તેમાં જામનગરના સમુદ્રમાં આવેલા પીરોટન ટાપુનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ માટે સર્વેક્ષણ કરવામાં આવ્યું છે. ત્યાં સુવિધાઓનો વિકાસ કરવામાં આવશે જેથી પ્રવાસીની સંખ્યામાં વધારો થશે. રાજ્ય સરકાર દ્વારા બેટ-દ્વારકા પછી જામનગર નજીકના પીરોટન ટાપુના વિકાસનું આયોજન કરવામાં આવ્યું છે.
અહિં પ્રવાસીઓ સહેલાઈથી પહોંચી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવશે અને ત્યાં જરૂરી સુવિધાઓ ઊભી કરવામાં આવશે.
રાજ્યમાં કુલ ૧૪૪ ટાપુઓ છે તેમાંથી પ૦ હેક્ટરથી વધુ જમીન હોય તેવા ટાપુઓના વિકાસનું હાલ આયોજન થયું છે. પ૦ હેક્ટર જમીનવાળા ટાપુની એટલા માટે પસંદગી કરવામાં આવી છે, જેથી દરિયાના ભરતીમાં આ ટાપુની સુવિધાઓને નુક્સાન થાય નહીં. પ૦ હેક્ટર જમીન ધરાવતા રાજ્યમાં ૩ર ટાપુ છે. જેમાંથી હાલ ૧૩ ટાપુઓના વિકાસનું આયોજન છે. તેમાંથી હાલ બે ટાપુને મંજુરી મળી છે. તેમાં જામનગરના પીરોટન ટાપુનો સમાવેશ થાય છે.
આથી ગુજરાત આઈસલેન્ડ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં સર્વે કામગીરી અને ત્યાં પહોંચવા માટે કઈ રીતે વ્યવસ્થા કરી શકાય તેની તપાસ કરવામાં આવી હતી. પીરોટન ટાપુનો વિસ્તાર ૯૯.૭૮ હેક્ટરનો છે. જામનગરના બેડીબંદરથી લગભગ દોઢેક કલાકની સફર પછી પીરોટન ટાપુ પહોંચી શકાય છે. અહિં પીવાના પાણીની પણ સુવિધા નથી. અહિં જનારા પ્રવાસીઓ પાણી પોતાની સાથે લઈને જતા હોય છે.
સૌ પ્રથમ અહિં જેટી બનાવાશે જેથી સહેલાઈથી પ્રવાસીઓ પહોંચી શકે. રાજ્યના ૧૩ ટાપુના વિકાસ માટે આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. તેમાં દ્વારકા જિલ્લાના કાળુભાર, પાનેસરો, અજાડ, ભાયદળ, ગાંધીયો કાંડો, રોઝી, નોરા ટાપુનો સમાવેશ થાય છે.
નવેમ્બરથી માર્ચ માસ સુધીનો સમયગાળો પીરોટન ટાપુની મુલાકાત માટે ઉત્તમ છે. આ ટાપુનો વિકાસ થવાથી પ્રવાસીઓની સંખ્યામાં ચોક્કસ વધારો થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial