Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જોડિયાના ભાદરા ગામમાં આયોજનઃ
જામનગર તા. ૮: જોડિયા તાલુકાના ભાદરા પાટિયા પાસે શ્રી ભોમેશ્વર મહાદેવ અને શ્રી ચેતન હનુમાનજીની જગ્યામાં શ્રીરામ ચરીત માનસ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. કથાનો પ્રારંભ તા. ૯/૪ ને મંગળવારે થશે અને કથાની પુર્ણાહૂતિ તા. ૧૭/૪ ને બુધવારે થશે. કથાનો સમય સવારે ૮-૩૦ થી ૧૧-૩૦ અને બપોરે ૩ થી સાંજના ૬-૩૦ વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. ભાદરા, બાદનપર, જોડિયા, કુનડ, લીંબુડા, આણંદા, મજોઠ, લખતર, શિવનગર, કેશિયા, ધ્રાંગડા, ખારવા, માવાપર ગામ દ્વારા આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.
કથાકાર સરોજબેન વી. તેરૈયા વ્યાસાસને બિરાજીને કથાનું રસપાન કરાવશે. તા. ૯ ના સવારે ૮-૩૦ વાગ્યે માનસ પોથી યાત્રા, તા. ૧૦ ના શ્રી શિવ-પાર્વતી વિવાહ, તા. ૧૧ ના શ્રી રામ જન્મ ઉત્સવ, તા. ૧ર ના બાલચરિત્ર, તા. ૧૩ ના શ્રી રામ વિવાહ, તા. ૧૪ ના શ્રી રામવનવાસ, તા. ૧પ ના શ્રી રામ પાદૂકા પૂજન અને તા. ૧૬ ના શ્રી રામેશ્વર સ્થાપના થશે. તા. ૧ર ના સાધુ-સંતોનું આગમન થશે અને બપોરે ૧ર વાગ્યે મહાપ્રસાદ (ભંડારો) યોજાશે.
કથા દરમિયાન દરરોજ બપોરે ૧ર વાગ્યે ભોજન પ્રસાદ અને રાત્રે ૯ વાગ્યાથી ધૂન અને ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. વધુ વિગત માટે કાનજીભાઈ ભંડેરી મો. ૯૪ર૭ર ૮૪૦પપ અથવા કેશવજીભાઈ ભંડેરી મો. ૮પ૧૧૬ ૬૩૦પ૪ નો સંપર્ક કરવા નિમંત્રક મહંત શ્રી ૧૦૮ શ્રી સીતારામ દાસજીબાપુ ગુરુશ્રી શ્રી ૧૦૦૮ શ્રી નૃત્ય ગોપાલદાસજી મહારાજ દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial