Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાટીયા તા. ૮: ભાટીયાના ધૂનાવાળા ખોડીયાર માતાજીના મંદિરમાં તા. ૧૦-૪ થી તા. ૧૮-૪ સુધી શ્રીમદ્ દેવી ભાગવતનું આયોજન કરવામાં આવ્યું ેછે. વ્યાસાસને ચારણ સંત જીવણ ભગત (ભોગાતવાળા) બિરાજી કથાનું રસપાન કરાવશે. કથા શ્રવણનો સમય બપોેર ૩ થી ૬-૩૦ નો રહેશે. દરરોજ બપોરે અને સાંજે પ્રભુ પ્રસાદીની વ્યવસ્થા છે. કથા દરમ્યાન એકત્ર થયેલ ફાળો મંદિરના નિર્માણાર્થે વાપરવામાં આવશે. સ્ટેજ સંચાલન જગદીશભાઈ ખડીયા (ગઢવી) દ્વારા કરવામાં આવશે.
સીમોઈ ધામમાં દેવી ભાગવત કથા
ભાટીયા નજીક બામણસા ગામમાં સીમોઈ ધામમાં મંદિરના સાનિધ્યમાં તા. ૯-૪ થી તા. ૧૭-૪ સુધી શ્રીમદ્ દેવી ભાગવત કથાનું આયોજન કરાયું છે. સતાપરના શાસ્ત્રી કેતનભાઈ રાજયગુરૂ વ્યાસાસને બિરાજી કથાનું રસપાન કરાવશે.
તા. ૧ર-૪ ના રાત્રે સુભાષ ગોસ્વામી, રમેશ બાપુના ભજનનો કાર્યક્રમ, તા. ૧પ-૪ ના રામદેવજી મહારાજના બાર પ્રહર પાટોત્સવ યોજાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial