Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૮: ગુજરાત સરકાર દ્વારા ૪૬ શેડ્યુઅલ ઉદ્યોગો છે તેમાં એપ્રિલ-ર૦ર૪ થી ખાસ દૈનિક ભથ્થામાં રૂ. ૧૪ નો વધારો જાહેર કરવામાં આવ્યો છે. જેનો લાભ મીઠા ઉદ્યોગ તથા સંલગ્ન છઃ ઉદ્યોગોમાં પણ મળશે.
મીઠા ઉદ્યોગમાં કુશળ કામયદારોને ર૯૩+૧ર૧= ૪૧૪ અને ૨૮૪+૧૨૧=૪૦પ, અર્ધીકુશળને ર૮૪+૧ર૧=૪૦પ, ર૭૬+૧ર૧=૩૯૭, બીન કુશળને ર૭૬+૧ર૧=૩૯૭ અને ર૬૮+૧ર૧= ૩૮૯નું ધોરણ જાહેર થયું છે.
અન્ય ઉદ્યોગોમાં કુશળને ૪૭૪+૩૫=૫૦૯, ૪૬૨+૩૫=૪૯૭, અર્ધીકુશળને ૪૬૨+૩૫=૪૯૭ અને ૪૫૨+૩૫= ૪૮૭, બીનકુશળને ૪૫૨+૩૫=૪૮૭ અને ૪૪૧+૩૫=૪૭૬નું ધોરણ મળશે.
આ દૈનિક વેતન દર લઘુતમ વેતન છે. જે તા. ૦૧-૪-ર૪ થી લાગૂ પડે છે. જે દરેક કારખાના, ખાનગી સ્કૂલો તથા દવાખાના, સંસ્થા, દુકાનો તેમજ કોન્ટ્રાકટરના તથા સરકારી, અર્ધસરકારી સંસ્થાઓમાં આઉટ સોર્સીંગ એજન્સીના કામદાર તરીકે કામ કરતા દરેક કામદારોને લાગૂ પડે છે. ઝોન-૧ જામનગર તથા ઝોન-ર માં જિલ્લાના અન્ય મથકોનો સમાવેશ થાય છે. આના દરથી કોઈને ઓછો પગાર મળતો હોય તો ભારતીય મજદૂર સંઘ કાર્યાલય, ૧૭ અભય શોપીંગ સેન્ટર, ડીએસપી બંગલા સામે, જામનગરનો સંપર્ક કરવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial