Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૦૩ કિલો ચાંદીના દાગીના, ૩ કિલો સોનું, ૬૮ ચાંદીની લગડીઓ, પ.૬૦ કરોડની રોકડ સહિત
બેંગ્લોર તા. ૮: કર્ણાટકના બેલ્લારી શહેરમાં આ દરોડા દરમિયાન પોલીસને જ્વેલરી શોપના માલિક નરેશના ઘરેથી મોટી રકમ રોકડ અને ઘરેણાં મળી આવ્યા છે, અને આ મામલે કર્ણાટક પોલીસ એક્ટની કલમ ૯૮ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
લોકસભા ચૂંટણી ર૦ર૪ પહેલા, જ્યારે પોલીસે કર્ણાટકના બેલ્લારી શહેરમાં એક સોનાના વેપારીને ત્યાં દરોડો પાડ્યો હતો, ત્યારે ત્યાંથી મળી આવેલી વસ્તુઓ જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતાં. પોલીસે આ સૂવર્ણકાર પાસેથી રૂ. પ.૬૦ કરોડ રોકડા, ૩ કિલો સોનું, ૧૦૩ કિલો ચાંદીના દાગીના અને ૬૮ ચાંદીની લગડીઓ જપ્ત કરી છે. પોલીસે જણાવ્યું હતું કે, રૂ. પ.૬ કરોડની રોકડની વસૂલાત સાથે સોના અને ચાંદીના બાર અને કરોડોની કિંમતના દાગીના પણ મળી આવ્યા હતાં. તેમની કુલ કિંમત લગભગ ૭.૬૦ કરોડ રૂપિયા છે.
પોલીસના જણાવ્યા અનુસાર જ્વેલરી શોપના માલિક નરેશના ઘરેથી મોટી રકમ રોકડ અને ઘરેણાં મળી આવ્યા છે. પોલીસે કહ્યું કે, તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસને આ કેસમાં હવાલા લિંકની શંકા છે. આ મામલે કર્ણાટક પોલીસ એક્ટની કલમ ૯૮ હેઠળ કસ નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, તપાસના તારણો વધુ તપાસ માટે આવકવેરા વિભાગને મોકલવામાં આવશે.
કર્ણાટકમાં ચૂંટણીઓ વચ્ચે એક મોટા દરોડામાં પોલીસે જ્વેલરી શોપના માલિકના ઘરેથી પ.૬૦ કરોડ રૂપિયા રોકડા, ૩ કિલો સોનું, ૧૦૩ કિલો ચાંદીના દાગીના અને ૬૮ ચાંદીના બાર જપ્ત કર્યા છે. કર્ણાટકના બેલ્લારી શહેરમાં આ દરોડા પાડવામાં આવ્યા છે. પોલીસે કુલ ૭.૬૦ કરોડ રૂપિયાની રિકવરી કરી છે. જ્વેલરીની કિંમત ર કરોડથી વધુ આંકવામાં આવી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે જ્વેલરી શોપના માલિક નરેશના ઘરેથી મોટી રકમ રોકડ અને ઘરેણાં મળી આવ્યા છે. પોલીસે કહ્યું કે, તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
એક બાતમીના આધારે પોલીસને માહિતી મળી હતી કે, બુસાપેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્વેલરના ઘરે મોટી રકમ રોકડ અને ઘરેણાં રાખવામાં આવ્યા છે. પોલીસને આ કેસમાં હવાલા લિંકની શંકા છે અને કર્ણાટક પોલીસે એક્ટની કલમ ૯૮ હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે કહ્યું છે કે તપાસ શરૂ કરવામાં આવી છે અને આ કેસમાં વધુ પૂછપરછ માટે આરોપીને આવકવેરા વિભાગને સોંપવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial