Advertisement
Author: નોબત સમાચાર

શિષ્યવૃત્તિ બેઈઝ પરીક્ષામાં ૪ર૭પ વિદ્યાર્થી હાજર

જામનગરમાં એનએમએમએસની

જામનગર તા. ૮: રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ગઈકાલે એનએમએમએસની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લામાં ૪ર૭પ વિદ્યાર્થીએ આ પરીક્ષા આપી હતી.

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા એનએમએમએસ.ની પ્રતિવર્ષ પરીક્ષા લેવામાં આવે છે. ધો. ૮ ના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપતા હોય છે. જેમાં પાસ થનાર વિદ્યાર્થીને સરકારી/ ગ્રાન્ટેડ શાળામાં એડમિશન પછી વાર્ષિક રૂ.  ૧૦ હજારની શિષ્યવૃત્તિ મળે છે.

જામનગર શહેર ઉ૫રાંત ધ્રોલ, જામજોધપુર સહિતના સેન્ટરોમાં આ પરિક્ષા લેવામાં આવી હતી. ગઈકાલે રવિવારે આયોજીત આ પરિક્ષામાં જામનગર જિલ્લામાં ૪ર૭પ વિદ્યાર્થીઓ હાજર અને રર૧ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતાં. નેશનલ મીનસ-કમ-મેરીટ સ્કોલરશીપની આ પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી.

જામનગરમાં પ્રણામી ગ્લોબલ સ્કૂલમાં આયોજીત પરીક્ષા સમયે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલ, શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઈ ખાખરિયા, પ્રણામી સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી ગોધાણી, શિક્ષકો સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતાં અને વિદ્યાર્થીઓને પુષ્પવર્ષાથી સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh