Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દુધીયા ગામના પ્રૌઢે ઝેરી પાવડર ફાકી લીધોઃ
જામનગર તા. ૮: કલ્યાણપુર તાલુકાના દેવરીયામાં રહેતા એક પરિવારની સત્તર વર્ષની પુત્રીએ શનિવારે અકળ કારણથી ગળાફાંસો ખાઈ લીધો છે. જ્યારે ખંભાળિયામાં એક તરૂણીએ પણ ગળાટૂંપો ખાઈ જીવતર ટૂંકાવ્યું છે. કલ્યાણપુરના દુધીયા ગામના પ્રૌઢે ઝેરી પાવડર ફાકી લઈ મોત મીઠું કરી લીધુ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના દેવરીયા ગામના વાડી વિસ્તારમાં રહેતા અંજલીબેન રામાભાઈ આંબલીયા નામના સત્તર વર્ષના તરૂણીએ શનિવારે બપોરે પોતાના ઘરે કોઈ અકળ કારણથી છતમાં રહેલા પંખામાં દોરી વડે ગાળીયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો હતો. જેની તેણીના પરિવારને જાણ થતાં અંજલીબેનને નીચે ઉતારી ચકાસવામાં આવતા તેણી મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. પોલીસને વાકેફ કરાતા દોડી ગયેલી કલ્યાણપુર પોલીસે પિતા રામાભાઈ સવાભાઈ આંબલીયાનું નિવેદન નોંધી મૃતદેહને પી.એમ. માટે ખસેડી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
ખંભાળિયા શહેરના બંગલા વાડી વિસ્તારમાં રહેતા મૂળ રાજપરા ગામના કેશુભાઈ સુકાભાઈ કારાવદરા નામના કોન્ટ્રાક્ટરના તેર વર્ષના પુત્રી સૃષ્ટિબેને શુક્રવારે સાંજે પોતાના ઘરમાં કોઈ અકળ કારણથી ગળાફાંસો ખાઈ લીધો હતો. આ તરૂણીનું ટૂંકી સારવારના અંતે મૃત્યુ નિપજ્યું છે. કેશુભાઈએ પોલીસને જાણ કરી છે.
કલ્યાણપુર તાલુકાના દુધીયા ગામના વાડી વિસ્તારમાં રહેતા પાલાભાઈ વજશીભાઈ કંડોરીયા (ઉ.વ.પપ) નામના આહિર પ્રૌઢે ગઈ તા.૩૧ની રાત્રે પોતાના ખેતરે જઈ કોઈ ઝેરી પાવડર ફાકી લીધો હતો. તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા પછી ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. મૃતકના નાનાભાઈ પરબતભાઈ વજશીભાઈનું પોલીસે નિવેદન નોંધ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial