Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આઈસીડીએસ તથા જિલ્લા પંચાયત દ્વારા
ખંભાળીયા તા. ૮: ખંભાળિયાના ભગવતી હોલમાં ભૂલકા મેળો શિક્ષણની વાત, વાલીઓ સાથે સંવાદોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા પંચાયત અને આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા વાલીઓ-બાળકોને પ્રોત્સાહન મળે તે હેતુથી નવતર પ્રયોગ હાથ ધરાયો હતો.
મહિલા અને બાળ વિકાસ વિભાગ અને આઇ.સી.ડી.એસ શાખા દેવભૂમિ દ્વારકા જિલ્લા સયુંકત ઉપક્રમે પા પા પગલી યોજના અંતર્ગત ભગવતી હૉલ ખંભાળિયામાં ''ભૂલકા મેળો'' શિક્ષણની વાત, વાલીઓ સાથે સંવાદોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમની રૂપરેખા જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી અને ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફીસર પ્રફુલ જાદવ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી.
આ ઉપરાંત બાળકો દ્વારા ઇતની સી હંસી, નાની તેરી મોરની જેવા અભિનય ગીત અને યોગ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અગ્રણી પી.એસ. જાડેજાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મહિલાઓ અને બાળકો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. મહિલાઓ તથા ખાસ કરીને બાળકો સર્વાંગી વિકાસ થાય તેમજ બાળકો પૂર્વ પ્રાથમિક શિક્ષણ મેળવે તેવા ઉદ્દેશ્યથી ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બાળકોએ ઈશ્વરનું સ્વરૂપ હોય છે. જેથી નાના ભૂલકાઓને યોગ્ય પૌષ્ટિક આહાર મેળવે તેમજ આંગણવાડી કેન્દ્રોમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ બાળકો યોગ્ય રીતે ગ્રહણ કરે તેની કાળજી રાખવી જોઈએ. ઉપરાંત મહાનુભાવો હસ્તે પ્રતીકાત્મક બેબી હાઈજીન કીટ તથા પ્રી-સ્કૂલ એજ્યુકેશન લર્નિંગ કીટ વિતરણ કરવામાં આવી હતી.
બાળકોને લગત આરોગ્યની યોજનાઓ વિશે ડૉ. પ્રીતિ સોનૈયાએ, પા પા પગલી પ્રોજેક્ટ વિશે પી.એસ. ઇન્સ્ટ્રકટર હેમાંગી ચાવડાએ, પ્રોજેક્ટ ચેતના વિશે કવિતા રાવતે, સખી વન સ્ટોપ સેન્ટર વિશે પાયલ પરમારે તેમજ પાલક માતા પિતા યોજના વિશે હિનાબેન વાઘેલાએ વિસ્તૃત માહિતી આપી હતી. ઉપરાંત બાળકો નાની ઉંમરથી જ ફળ, ફૂલ વગેરે વિશે માહિતગાર થાય તે હેતુથી ફળ-ફૂલના ગેટ અપ સાથે બાળકોએ રેમ્પ વોક કર્યું હતું.
આ કાર્યક્રમમાં મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત બાળ વિકાસ અધિકારી પ્રજ્ઞાબેન રાવલ તેમજ આભારવિધિ ઉર્વિલાબેન દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અનિલ ચાવડા, મહિલા અને બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેનના પ્રતિનિધિ જગાભાઈ ચાવડા, આંગણવાડી કાર્યકરો તેમજ બહોળી સંખ્યામાં વાલીઓ ઊપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial