Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાત નાલા પાસે યુવાન પર છરીથી હુમલોઃ
જામનગર તા. ૮: જામનગર નજીકના ધુંવાવમાં એક શખ્સ મોપેડની સીટ લઈ જતાં મોપેડના માલિક તેની પાસે સીટ લેવા જતા આ શખ્સે ડીસમીસથી હુમલો કરી ગળામાં ડીસમીસનો ઘા ઝીંકી દીધો હતો. જ્યારે ધરારનગર રોડ પર સાત નાલા પાસે એક શખ્સને સ્કૂટરમાં મુકવા જતાં યુવાનને તે શખ્સે છરી મારી દીધી હતી. પોલીસે બંને ફરિયાદ પરથી ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જામનગર-રાજકોટ માર્ગ પર આવેલા ધુંવાવ હાઉસીંગ બોર્ડના મકાનમાં ભાડેથી રહેતા સીદીકશા ચાંદશા શાહમદારના મોપેડની સીટ મહેશ અશોકભાઈ ચંગેવાડીયા નામનો શખ્સ લઈગયો હતો. તે સીટ લેવા માટે સીદીકશા ગઈકાલે બપોરે ધુંવાવમાં તેની દુકાને જતા સીટ નથી આપવી તેમ કહી મહેશે પોતાની પાસે રહેલી ડીસમીસની હુમલો કરી ગળામાં ડીસમીસ હુલાવી દીધી હતી. સીદીકશાને સારવારમાં ખસેડવામાં આવ્યો છે. તેના પત્ની હનીફાબેને પંચકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મહેશ સામે ફરિયાદ કરી છે.
જામનગરના ધરારનગર-રમાં રહેતો સિદ્ધરાજ ભીખુભાઈ નાંગેશ નામનો યુવાન ગઈકાલે રાત્રે ધરારનગર-રમાં જ રહેતા નવાઝ સંધી નામના શખ્સને પોતાના સ્કૂટરમાં મૂકવા માટે જતો હતો ત્યારે સાત નાલા પાસે અંધારામાં સ્કૂટર ઉભુ રખાવી નવાઝે પોતાની પાસે રહેલી છરી બહાર કાઢી ગાળો ભાંડયા પછી સિદ્ધરાજને હાથ, વાંસા તથા કપાળમાં હુલાવી દીધી હતી. ઈજા પામેલા સિદ્ધરાજે સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નવાઝ સંધી સામે ફરિયાદ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial