Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસનું ખાનગી તંત્ર વામણું પૂરવાર થયું !:
ખંભાળીયા તા. ૮: સામાન્ય રીતે કોઈ ભવિષ્યના બનાવના સંદર્ભમાં તકેદારીરૂપે પોલીસ દ્વારા ખાનગી આઈ.બી. એલઆઈબી, એલસીબી, એસઓજી જેવા તંત્રો રાખવામાં આવતા હોય છે પણ શનિવારના ખંભાળીયા દ્વારકેશ કમલમ્ના ઉદઘાટનમાં રાજય ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ તથા રાજ્યના બે કેબીનેટ મંત્રી તથા સાંસદ અને અનેક પૂર્વ મંત્રીઓ ધારાસભ્યોની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં રાજપૂત સેનાને દેખાવો કરતા રોકવામાં દ્વારકા પોલીસ નિષ્ફળ ગઈ !!
અનોખું આયોજન રાજપૂત સમાજ વાડીએ બેઠક, ગ્રામ્ય પંથકમાંથી પ૦૦-૬૦૦ના ધાડા ઉમટ્યા
સોશ્યલ મીડિયામાં થયેલા વાયરલ વીડિયોમાં તથા નજરે જોનારના જણાવ્યા મુજબ દ્વારકેશ કમલમ્ના કાર્યક્રમના પ્રવેશદ્વાર પર પોલીસે કડક બંદોબસ્ત તથા બેરીકેડ સાથે ચુસ્ત વ્યવસ્થા રાખી હતી પણ એક સાથે પ૦૦-૬૦૦ યુવાનો કાળા વાવટા સાથે માનવ પ્રવાહમાં ધસમસતા આવતા પોલીસે અધિકારીઓ એક બાજુ ફેંકાઈ ગયા હતાં. પોલીસને એમ કે રાજપૂત સમાજમાં ૩૦૦-૪૦૦ વ્યક્તિઓ બેઠા છે તે નીકળીને દ્વારકેશ કમલમ્ થશે અને તેને પકડી લેશું અથવા અટકાવીશું તેમ વ્યવસ્થા મોટા પાયે કરી હતી. પણ રાજપૂત સમાજે આયોજન કરીને ખંભાળીયા નજીકના રાજપૂત વસતિના ગામો તથા સોસાયટીઓમાંથી યુવાનો છુપી રીતે કાર્યાલય નજીકમાં ગોઠવાઈ ગયા હતા તથા એક જ સમયે ત્રણ બાજુથી પ૦૦ જેટલા લોકોએ ધસારો કરતા સમગ્ર વ્યવસ્થા ભાંગી પડી હતી તથા બેરીકેટ રેલીંગ, ખુરશીના ભુક્કા બોલ્યા હતા તો કાર્યક્રમમાં ખુરશીમાં પાછળ બેઠેલા મહિલાઓ મોટી ઉંમરના લોકો ભાગી ગયા હતાં!!
નવાઈની વાત એ છે કે ખંભાળીયામાં સૌને ખબર હતી કે પાટીલના આગમન વખતે દેખાવો થવાના છે પોલીસે કાર્યાલય દ્વારકેશની મુલાકાત ઘટનાના એક કલાક પહેલા ચુનંદા અધિકારીઓએ લીધેલ છતાં અટકાવી ના શકયા. દારૂ, ડ્રગ્ઝ પકડવામાં ખાનગી માહિતીનો સચોટ ઉપયોગ કરનાર પોલીસને આ વ્યૂહ ન પકડાયો અને ફસાઈ ગયા !! તે એટલી સંખ્યામાં દેખાવકારો હતા કે તેમને બહાર કાઢવામાં પણ ખાસો સમય વીતી ગયો પછી કાર્યક્રમ ચાલુ થયો !! ખૂદ જિલ્લા પોલીસ વડાને પણ હાંફળા થઈને દોડવું પડ્યું હતું. !! જો કે દ્વારકેશ કમલમ્ કાર્યક્રમમાં રાજપૂત સમાજના જામનગર, દ્વારકા જિલ્લા પ્રમુખ પી. એસ. જાડેજાની ઉપસ્થિતિ હોય, દેખાવોની પોલીસે શકયતા નહીં જાણી હોય !! જો કે બનાવ અંગે કોઈ ફરિયાદ ડીટેન પગલા અટકાયત થયા નથી.
ખંભાળીયા રાજપુત સમાજના વિરોધ પ્રદર્શન અંગે ગૃહમંત્રી દ્વારા ખાનગી તપાસ
ખંભાળીયા કાર્યક્રમ યોજાયો તે પહેલાં જ રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યમાં દરેક ભાજપના જિલ્લા કમલમ્ કાર્યાલયો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. રૂપાલાના ઉમેદવારી સંદર્ભમાં રાજ્યમાં કયાંય આવી રીતે ઉગ્ર દેખાવો થયા નથી. ત્યારે હાલારમાં આવા દેખાવો થતાં સી.આર.પાટીલ જેના રાજકીય ગુરૂ કહેવાય છે તેવા ગૃહમંત્રી હર્ષ સંઘવી જેઓ પણ આ કાર્યક્રમમાં આવનાર હતા, પછી ના આવ્યા, તેમણે બનાવ કઈ રીતે બન્યો તે અંગે ખાનગી રીતે પાર્ટીના ખાસ વ્યક્તિઓ દ્વારા તપાસ પણ કરાવી હોવાનું જાણવા મળેલ છે. પાટીલ સાથે આવેલા ભાજપના રાજ્ય સંગઠન મહામંત્રી રત્નાકરજી પાટીલ સાથે પરત ન જતાં અહીં રોકાઈને ઘટના અંગે તપાસ-ચર્ચા કરવામાં જોડાયા હતાં. કાર્યાલય પર દેખાવો થતાં સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial