Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાનમાં વધારો

પવનની ગતિ પ્રતિકલાક સરેરાશ ૪પ કિ.મી.

જામનગર તા. ૮: જામનગરમાં ગત્ તા. ૭-૪-ર૦ર૪ ના ૧.ર ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૪ ડીગ્રી પહોંચી ગયું હતું. તાપમાનમાં થયેલા વધારા અને પવનની ગતિ ઓછી રહેતા જનતાએ ખાસ કરીને બપોરના સમયે વધારે ગરમી અનુભવી હતી. નગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન કોઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાનનો પારો ૩૪ ડીગ્રીએ સ્થિર રહ્યા હતો, જ્યારે ૩ ડીગ્રી વધીને લઘુતમ તાપમાન ર૪ ડીગ્રી નોંધાયું હતું. જામનગમાં પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૪૦ થી ૪પ કિ.મી.ની રહેવા પામી હતી. ઝપાટાબંધ રીતે ફૂંકાતા પવનના પગલે ધૂળના કણ આંખમાં પડતા રાહદારીઓ તથા ખાસ કરીને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગતિમાન પવનના પગલે બપોરના સમયે ગરમી ઓછી અનુભવાઈ હતી, તેમજ સાંજથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૦ ટકા વધીને ૯પ ટકા રહ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh