Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાજપના હોદ્દેદાર સહિત ત્રણ સામે નોંધાયો ગુન્હોઃ
જામનગર તા. ૮: જામનગરના એક વિકલાંગ વ્યક્તિએ રી ડેવલોપમેન્ટ સ્કીમ હેઠળ રણજીતનગરમાં બનાવવામાં આવતા એપાર્ટમેન્ટમાં ફ્લેટ ખરીદવા તેના કોન્ટ્રાક્ટર અને શહેર ભાજપના મહામંત્રી સાથે વાત કર્યા પછી રૂ. ૨૨,૦૦,૦૦૦ તેમના સાળાને ચૂકવ્યા હતા. તે પછી આ નાણા પરત આપવાના બદલે ફોન પર વાણી વિલાસ આચરાતા અને ધમકાવાતા તેઓએ પોલીસમાં છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવા અંગે ફરિયાદ નોંધાવી છે.
જામનગરની આશાપુરા સોસાયટીમાં આધેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા કોન્ટ્રાક્ટર ઈન્દ્રજીતસિંહ દિલુભા જાડેજા નામના વિકલાંગ વ્યક્તિએ રણજીતનગરમાં જૂની પોસ્ટ ઓફિસ પાસે રી ડેવલોપમેન્ટ સ્કીમ હેઠળ બનાવવામાં આવી રહેલા એપાર્ટમેન્ટમાં ફલેટ ખરીદવા તજવીજ કરી હતી.
રી ડેવલોપમેન્ટ સ્કીમ હેઠળ એપાર્ટમેન્ટ બનાવવાનું કામ જામનગર શહેર ભાજપના મહામંત્રી વિજયસિંહ જેઠવા ઉર્ફે બોબીએ રાખ્યું હતું. તેમની પાસેથી ઈન્દ્રજીતસિંહે ફ્લેટ ખરીદવા વાત કરી હતી અને બોબીના સાળા ભગીરથસિંહ ગોહિલ તેમજ લાલભા ગોહિલે જુદા જુદા સમયે કટકે કટકે રૂ. ૨૨,૦૦,૦૦૦ આપ્યા હતા. તે પછી નક્કી થયા મુજબ ફલેટનું કામ કરી ન અપાતા ઈન્દ્રજીતસિંહે ફલેટ ખરીદવાનું કેન્સલ કરી પોતાની રકમ પરત માંગતા વિજયસિંહ જેઠવાએ ફોન કરીને વાણી વિલાસ કર્યા પછી પૈસા નથી આપવા તેમ કહી ધમકાવતા સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઈન્દ્રજીતસિંહે ફરિયાદ નોંધાવી છે. પોલીસે વિજયસિંહ જેઠવા, ભગીરથસિંહ ગોહિલ, લાલભા ગોહિલ સામે આઈપીસી ૪૦૬, ૪૨૦, ૫૦૪, પીડબલ્યુડી એક્ટની કલમ ૭, ૯૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial