Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૮: જામનગરના એક આસામીને રૂ. ૬૦,૦૦૦ના ચેક પરતના કેસમાં ૬ મહિનાની કેદની સજા ફટકારવામાં આવી છે.
જામનગરના વિનાયક પાર્કની શેરી નં.રમાં રહેતા બાબુભાઈ ડાયાભાઈ રાઠોડે રૂ. ૬૦ હજાર સ્વામીનારાયણ નગરમાં રહેતા હિતેશ તુલસીદાસ વીધાની પાસેથી હાથઉછીના લઈ ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા બાબુભાઈ સામે કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી.
તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને તક્સીરવાન ઠરાવી છ મહિનાની કેદ અને ચેકની રકમ વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કર્યાે છે. રકમ ન ચૂકવાય તો વધુ એક મહિનાની કેદની સજા ફટકારાઈ છે. ફરિયાદી તરફથી વકીલ અશ્વિન બારડ, રોનક જોગલ, મિતુલ મલકાણ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial