Advertisement
Author: નોબત સમાચાર

નેશનલ હાઈવે-સ્ટેટ હાઈવેના વચ્ચેના માર્ગમાં વાહન અવરજવર માટે જગ્યા આપો

કજુરડા ગામ નજીકઃ

વાડીનાર તા. ૮: નેશનલ હાઈવેથી નીચેના ૮-૧૦ ગામોને જોડતો સ્ટેટ હાઈવે વચ્ચે વાહન અવરજવર માટે જગ્યા મુકવા અંગે સંબંધિત વિભાગ-કચેરી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

ખંભાળિયા નજીકના નાના આંબલા ગામના સરપંચ સુગરાબેન ગજણ, વાડીનાર ગ્રામ પંચાયતના સરપંચ હીનાબા જાડેજાએ નેશનલ હાઈવે ઓથોરિટી અને જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી રજૂઆત કરી છે કે, નેશનલ હાઈવેથી નીચેના કજુરડા પાટીયા પાસે એક્ઝિટ પોઈન્ટ એટલે કે જગ્યા આપવી જોઈએ.

કારણ કે કજુરડા ગામથી વાડીનાર ૧૪ કિ.મી., ભરાણા ૯ કિ.મી. દૂર આવેલ છે. જ્યારે નાના આંબલા અને મોટા આંબલા ૧૩ કિ.મી. દૂર આવેલો છે. અહીં જવા માટે કજુરડા પાટીયાથી ડીવાઈડરમાં જગ્યા નહીં હોવાથી વાહન ચાલકોને ખૂબજ મુશ્કેલી પડે છે. વાહનચાલકોને બે કિ.મી. રોંગ સાઈડમાં અથવા આઠ કિ.મી.નો રસ્તો પસાર કરવો પડે છે. કજુરડા પાટીયાથી નયારા કંપનીના ભારે વાહનોની સતત અવરજવર રહે છે. આથી અકસ્માતનો ભય રહે છે. આથી સત્વરે યોગ્ય નિર્ણય લેવાની જરૂર છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh