Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખરાબ રસ્તાના કારણે બે લાખ લોકોને અસરઃ
જામનગર તા. ૮: ખંભાળિયા પંથકના કજુરડાથી વાડીનાર સુધી ડામર રોડ બનાવવા અંગે માર્ગ-મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
કજુરડા, ટીંબડી, નાના આંબલા, મોટા આંબલા, ભરાણા, વાડીનાર ગામોને જોડતા રોડ ઉપર ડામર પાથરવાની ખાસ જરૂર છે, કારણ કે આ માર્ગ ખૂબ જ ખરાબ હાલતમાં છે. ખરાબ રસ્તાના કારણે છ ગામના બે લાખ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ રસ્તાનું કામ ગત્ વર્ષ દરમિયાન થયું હતું, પરંતુ નબળી ગુણવત્તાવાળુ કામ થયું હોવાથી રસ્તો ખરાબ હાલતમાં છે. આથી સત્વરે આ માર્ગની મરામત કરવી જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial