Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના બે પૂર્વ રણજી ખેલાડીઓ રાજેન્દ્રસિંહ જાડેજા તથા વામનભાઈ જાનીની સ્મૃતિમાં ટુર્નામેન્ટનું આયોજનઃ
જામનગરના બે પૂર્વ રણજી ખેલાડી રાજેન્દ્રસિંહજી જાડેજા અને વામનભાઈ જાનીની સ્મૃતિમાં જામનગર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા ઓપન ગુજરાત સિનિયર ક્રિકેટરો માટે રાજેન્દ્રસિંહ જાડેજા કપ ટુર્નામેન્ટ તથા અંડર-૧૪ ના ક્રિકેટરો માટે વામન જાની કપ ટુર્નામેન્ટ યોજવામાં આવી છે. જેનો આરંભ જામનગરના ક્રિકેટ બંગલાના મેદાન પરથી થયો હતો. ૪૦-૪૦ ઓવરની સિઝન બોલની નોકઆઉટ ટુર્નામેન્ટનો આરંભ રાજ્યના પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા જાડેજ) ના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સ્વ. રાજેન્દ્રસિંહ જાડેજાના ધર્મપત્ની યાશિકાકુમારી જાડેજા, તેમના પુત્રી, જમાઈ, વામન જાનીના પરિવારના હિમાન્શુભાઈ જાની સહિતના પરિવારજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત ખબર ગુજરાતના તંત્રી નિલેશભાઈ ઉદાણી, કોર્પોરેટર જયરાજસિંહ જાડેજા, જામનગર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસો.ના પ્રમુખ અજયભાઈ સ્વાદીયા, ઉપપ્રમુખ વિનુભાઈ ધ્રુવ, સેક્રેટરી ભરતસિંહ જાડેજા, કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ, પ્રોજેક્ટ ચેરમેન કશ્યપભાઈ મહેતા, કો.ઓર્ડિનેટર ભરતભાઈ મથ્થર, સભ્ય નરેન્દ્રભાઈ કણઝારિયા, અન્ય ક્રિકેટ પ્રેમીઓ, વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં. આ ટુર્નામેન્ટમાં રાજેન્દ્રસિંહજી કપમાં ૪૯ ટીમએ તથા વામન જાની કપમાં ૧પ ટીમએ ભાગ લીધો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial