Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પુત્રની પરીક્ષાનું કારણ આપીને
નવી દિલ્હી તા. ૮: તેલંગાણાની બીઆરએસ નેતા કે. કવિતાની જામીન અરજી રાઉઝ એવન્યુ કોર્ટે ફગાવી દેતા તેણીને ઝટકો લાગ્યો છે.
તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવની દીકરી અને બીઆરએસ નેતા કે. કવિતાને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટો આંચકો લાગ્યો હતો. દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં તિહાર જેલમાં બંધ કવિતાની વચગાળાની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી.
બીઆરએસ નેતા કવિતાની ગત્ મહિને જ આ કેસમાં ધરપકડ કરાઈ હતી. ર એપ્રિલે કોર્ટે તેમને ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતાં. તે ૧પ એપ્રિલ સુધી જેલમાં રહેશે.
કે. કવિતાએ પુત્રની પરીક્ષાનો હવાલો આપી વચગાળાના જામીન મેળવવા કોર્ટમાં અરજી કરી હતી. બીઆરએસ નેતાની અરજી પર સુનાવણી દરમિયાન તેમના વકીલે દલીલ કરી હતી કે કે. કવિતાના પુત્રની પરીક્ષા એપ્રિલ મહિનામાં શરૂ થવા જઈ રહી છે. ૧૬ વર્ષના પુત્રને પરીક્ષા દરમિયાન માતાના સપોર્ટની જરૂર છે. વકીલે વધુમાં કહ્યું કે ભાઈ કે પિતા બન્ને માતાની ગેરહાજરી પૂરી કરી શકતા નથી. આવી સ્થિતિમાં તેમને વચગાળાના જામીન આપવા જોઈએ.
સુનાવણી દરમિયાન ઈડી વતી હાજર રહેલા વકીલ ઝોહેબ હુસૈને કહ્યું કે કવિતા આ કેસમાં મુખ્ય આરોપી છે. તેમણે તેમના મોબાઈલ ફોનમાંથી મળી આવેલા પુરાવા સહિત તેમની સામેના પુરાવા પણ નષ્ટ કરી દીધા છે. ઈડીના વકીલે દાવો કર્યો હતો કે તપાસ એજન્સી આ કેસમાં સફળતા હાંસલ કરવાની અણી પર છે અને કવિતાને વચગાળાના જામીન આપવાથી તપાસમાં અવરોધ આવશે. કવિતાના પુત્રની ૧ર માંથી ૭ પરીક્ષાઓ થઈ ચૂકી છે. તે એકલો નથી, કારણ કે તેના પિતા અને મોટાભાઈ પણ તેની સાથે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial