Advertisement
Author: નોબત સમાચાર

સદ્દ્ગુરૂ દ્વારા ડિઝાઈન કરાયેલો ૭ દિવસનો ઈનર એન્જિનિયરિંગ કાર્યક્રમ જામનગરમાં

જામનગર તા. ૮: "જેમ બહારની સુખાકારીનું નિર્માણ કરવા માટેનું વિજ્ઞાન અને ટેકનોલોજી છે, તેમ આંતરિક સુખાકારી માટેનું એક આખું વિજ્ઞાન અને ટેકનોલોજી છે" - સદ્દ્ ગુરૂ

ઈનર એન્જિનિયરીંગ કાર્યક્રમ, સુખાકારી માટેના પ્રાચીન વિજ્ઞાનમાંથી ઉતરી આવેલો એક રૂપાંતરણકારી કાર્યક્રમ છે જે જામનગરમાં ર૪-એપ્રિલથી શરૂ થવા જઈ રહ્યો છે. પ્રખ્યાત યોગી, દિવ્યદર્શી અને યુગદૃષ્ટા, સદ્દ્ ગુરૂ દ્વારા ડિઝાઈન કરવામાં આવેલો, આ કાર્યક્રમ આંતરિક રૂપાંતરણને એન્જિનિયર કરવાનો એક અવસર છે જે અનુભવને વધુ ઊંડો બનાવે છે અને એક વ્યક્તિ માટે તેમના જીવન, તેમના કાર્ય અને આપણે જે વિશ્વમાં રહીએ છીએ તેને જોવાની રીતમાં એક અદ્ભુત પરિવર્તન લાવે છે.

કાર્યક્રમમાં ભાગ લેવાથી તણાવ અને ચિંતામાંથી મુક્તિ, ધ્યાનમાં વધારો અને વિચારોમાં સ્પષ્ટતા તેમજ વધુ સારું ભાવનાત્મક સંતલન આવી શકે છે. આ કાર્યક્રમમાં પવિત્ર શાંભવી મહામુદ્રા ક્રિયાને પ્રસારિત કરવામાં આવે છે, જે અપાર રૂપાંતરણકારી શક્તિ અને પ્રાચીનતા ધરાવતી ર૧ મિનિટની ક્રિયા છે. વિશ્વભરમાં લાખો લોકો જેનો અભ્યાસ કરે છે તે શાંભવી મહામુદ્રા સમગ્ર સિસ્ટમને સરેખિત કરે છે જેથી શરીર મન, લાગણીઓ અને ઊર્જાઓ સુમેળમાં કાર્ય કરે.

કાર્યક્રમમાં જોડાવા ઈચ્છુક લોકો રજીસ્ટર કરી શકે છે.અથવા ૯૬૮૭૬૬૭૮૪૦, ૯૬૦૧૨૯૮૦૧૨ પર કોલ કરી શકે છે. સાત દિવસનો આ કાર્યક્રમ હિન્દીમાં કરવામાં આવશે અને ર૪-એપ્રિલથી શરૂ થઈને ૩૦ એપ્રિલે સાંજે સમાપ્ત થશે. વધુ માહિતી માટે ૯૭ર૩૪૩ર૦ર૭ પર સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh