Advertisement
Author: નોબત સમાચાર

ભળતા નામના કારણે યુવાનને ટંકારા ગામના શખ્સે ગાળો ભાંડી આપી ધમકી

ઉંચા અવાજે કેમ વાત કરશ તેમ કહી દાટી મરાઈઃ

જામનગર તા. ૮: જામનગરના એક આસામીને ભળતા નામના કારણે મોરબીના ટંકારાના એક શખ્સે કોલ કર્યા પછી ઉંચા અવાજે કેમ વાત કરશ તેમ કહી અવારનવાર બે મોબાઈલ નંબર પરથી ગાળો ભાંડી ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

જામનગરના ગાંધીનગર વિસ્તારમાં રહેતા અને રેલવેમાં પાણીની સપ્લાયનું કામ કરતા હીરેન દેવેન્દ્રભાઈ જોષી ઉર્ફે રવિભાઈને ગયા શુક્રવારે રાત્રે મોબાઈલ પર કોલ આવ્યો હતો. તેમાં સામા છેડે રહેલા વ્યક્તિએ મોરબીના ટંકારાના કાનાભાઈ આહિર નામના વ્યક્તિ કોન્ફરન્સમાં હોવાનું કહી વાત કરવા જણાવતા રવિભાઈએ વાત કરી હતી.

આ વેળાએ કાનાભાઈએ તું કપુરીયાના ગેરેજમાં કામ કરતો રવિ બોલે છે ને? તેથી રવિભાઈએ તે વ્યક્તિ ન બોલતો હોવાનું કહેતા ઉંચા અવાજે કેમ વાત કરશ તેમ કહી ગાળો ભાંડી હતી તેથી રવિભાઈએ ફોન કાપી નાખ્યો હતો. ત્યારપછી બે જુદા જુદા નંબર પરથી કોલ કરી કાનાભાઈએ ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપતા રવિભાઈએ સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કાનાભાઈ આહિર સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૫૦૪, ૫૦૬ (૨) હેઠળ ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh