Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અનેક ધાર્મિક-સામાજિક-આર્થિક સંસ્થાઓમાં સન્માનિય યોગદાનઃ
જામનગર તા. ૮: જામનગરના સહકારી અગ્રણી તથા સામાજિક આગેવાન અને ધર્મસેવકનું બિરૂદ ધરાવતા વયોવૃદ્ધ વિનુભાઈ તન્ના જીવનના ૮૬ વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે તેમના લગભગ ૬ દાયકા જેવું જાહેર જીવન પર ઊડતી નજર કરીએ તો એક સાધના સમાન પ્રેરક લાગે છે.
વિનુભાઈનો જન્મ તા. ૪-૪-૧૯૩૮ ના થયો હતો. તરૂણાવસ્થા અને યુવા વયથી જ તેમણે જાહેર જીવનમાં પ્રભાવી ઉપસ્થિતિ નોંધાવવી આરંભ કરી દીધી હતી. નગરના વિશ્વ પ્રસિદ્ધ શ્રી બાલા હનુમાન મંદિરના ટ્રસ્ટના પ્રમુખ સહિતના વિવિધ હોદ્દાઓ પર દીર્ઘકાલીન સેવાઓ તથા શ્રી બેટ-દ્વારકા સાધુ સદાવ્રત અને શ્રી કૃષ્ણદાસ માધવજી તન્ના સ્મશાન સમિતિ વગેરેમાં સેવાના માધ્યમથી ધર્મપથ પર ચાલતા રહ્યા તો ધી જામનગર પીપલ્સ કો-ઓપ. બેંક, ધી નવાનગર ચેમ્બર ઓફ કોમર્સ, ધી અર્બન કો.ઓપ. બેન્ક્સ ફેડરેશન, ધી સૌરાષ્ટ્ર-કચ્છ અર્બન કો.ઓપ. બેન્ક્સ ફેડરેશન સહિતની વાણિજ્ય સંસ્થાઓમાં પણ તેમનું નોંધપાત્ર પ્રદાન તેમને સહકારી અગ્રણી તરીકે સ્થાપિત કરે છે. તેમનું સમાજ જીવન વ્યાપક રહ્યું છે. શ્રી લોહાણા યુવક પ્રગતિ મંડળ, જામનગર લોહાણા મહાજન, લોહાણા વિદ્યાર્થી ભવન, કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ સહિતની સંસ્થાઓમાં તેમણે વિવિધ સમયે વિવિધ ભૂમિકાઓમાં યોગદાન આપ્યું છે.
લગભગ ૪૦ જેટલી સંસ્થાઓ સંલગ્ન રહેલ વિનુભાઈને અનેક પુરસ્કારો પણ એતાયત થયા છે. મેયર એવોર્ડ, ભારતી ઉદ્યોગ રત્ન એવોર્ડ, ભારતીય વિકાસ રત્ન એવોર્ડ, વિનર એચિવમેન્ટ મેનેજમેન્ટ એવોર્ડ, રાષ્ટ્રીય વિકાસ રત્ન એવોર્ડ, શ્રેષ્ઠ રઘુવંશી નાગરિક પ્રતિભા એવોર્ડ વગેરે સન્માનો સમાજમાં તેમના યાદગાર પ્રદાનના પુરાવા સમાન છે.
ઈરાન-ઈરાક યુદ્ધ વખતે જામનગર જિલ્લાના વહાણોના સેંકડો ખલાસીઓના જીવ બચાવવાના કાર્યમાં પણ તેમની અગત્યની ભૂમિકા બિરાદાવવા લાયક રહી છે. ૮૭ માં વર્ષની વયે પણ તેમની સક્રિયતા તેમને યુવાન કહેવા મજબૂર કરે એવી છે. એમનું દીર્ઘ જાહેર જીવન ખરા અર્થમાં પ્રેરક છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial