Advertisement
Author: નોબત સમાચાર

ઓખામાં સમગ્ર ભારતના બારાઈ પરિવારનું સ્નેહમિલનઃ સમૂહ નૈવૈદ્ય

તા.૧૦ મી એપ્રિલે યોજાશે

મીઠાપુર તા. ૮: સમસ્ત બારાઈ કુટુંબના પ્રમુખ અનુપમભાઈ એન. બારાઈએ યાદી જણાવેલ છે કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર ભારત વર્ષના બારાઈ કુટુંબના કુળદેવતાની જગ્યા ગોકુલવાડી ઓખામાં તા. ૧૦-૪-ર૪ ના બુધવારે ચૈત્રસુદ-ર (બીજ)ના સમૂહ નૈવેદ્ય, કુળદેવી હવન તથા સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. કુળદેવી હવન સવારે ૮ વાગ્યે, સ્નેહ મિલન સવારે ૧૦-૩૦ વાગ્યે બીડું હોમવાનો સમય ૧ર અને મહાપ્રસાદ બપોરે ૧ વાગ્યે લોહાણા મહાજનવાડી ઓખામાં યોજાશે.

આ પ્રસંગે પરિવારજનોનું સ્નેહમિલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગત શૈક્ષણિક વર્ષમાં બારાઈ પરિવારમાંથી જે કોઈ ભાઈ બહેનોએ ડોકટર, સીએ, આર્કીટેકટ, એડવોકેટ, એન્જિનિયર, ટેકનીશીયન, જેવી ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત થયેલ હશે તથા સ્પોર્ટસ તથા અન્ય કોઈ ક્ષેત્રે જેઓએ સિદ્ધિ પ્રાપ્ત કરેલ હશે તેઓનું સન્માન કરવામાં આવશે.

બહારથી આવતા કુટુંબીજનો માટે રહેવા તથા જમવાની સગવડ ગોકુલવાડીમાં રાખેલ છે, સમસ્ત બારાઈ કુટુંબને હવનમાં ઉપસ્થિત રહેવા બારાઈ કુટુંબના પ્રમુખ અનુપમભાઈ એન. બારાઈએ અનુરોધ કર્યો છે. વધુ વિગત માટે તેમનો (મો. ૯૮ર૪ર રર૦૬ર) સંપર્ક કરવા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh