Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્ષ ર૦૧૪થી અત્યાર સુધીમાં ડઝનેક પૂર્વ મુખ્યમંત્રી અને પ૦ દિગ્ગજોએ પાર્ટી છોડીઃ
નવી દિલ્હી તા. ૮: કોંગ્રેસે છેલ્લી વિધાનસભા તેલંગાણાની જીત, પરંતુ એકંદરે પ૧ ચૂંટણીઓ દસ વર્ષમાં હારી છે અને ડઝનેક પૂર્વ સી.એમ. સહિત સંખ્યાબંધ નેતાઓએ પાર્ટી છોડી છે.
દેશની સૌથી જુની પાર્ટી કોંગ્રેસના સંદર્ભે ૧૦ વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો ર૦૧૪ થી અત્યાર સુધીમાં ૧ર પૂર્વ મુખ્યમંત્રીઓ સહિત પ૦ થી વધુ મોટા નેતાઓ કોંગ્રેસને અલવિદા કહી ચૂક્યા છે. આ તમામ નેતાઓના કોંગ્રેસ છોડવાનું કારણ પાર્ટીના નેતૃત્વ અને કાર્યશૈલીમાં રહેલી ખામીઓ હોવાનું કહેવાય છે.
આ સૌથી જુની પાર્ટીની તરફેણમાં ચૂંટણી લડનારા મોટાભાગના નેતાઓ હવે ભાજપ અને મોદીના વખાણ કરી રહ્યા છે.
આ નેતાઓની પાર્ટી છોડવાની અસર ચૂંટણી પરિણામોમાં સ્પષ્ટ દેખાઈ રહી છે. ૧૦ વર્ષમાં પાર્ટી લોકસભા અને વિધાનસભા સહિત કુલ પ૧ ચૂંટણી હારી છે. મિલિંદ દેવરા, ગીતા કોડા, બાબા સિદ્દીકી, રાજેશ મિશ્રા, અંબરીશ ડેર, જગત બહાદુર અન્નુ, ચાંદમલ જૈન, બસવરાજ પાટીલ, નારણ રાઠવા, વિજેન્દરસિંહ, સંજય નિરૂપમ અને ગૌરવ વલ્લભ જેવા નેતાઓએ હાલમાં જ કોંગ્રેસનો સાથ છોડ્યો છે.
હિમંતા બિસ્વા સરમા, ચૌધરી બિરેન્દરસિંહ, રણજિત દેશમુખ, જી.કે. વાસન, જયંતિ નટરાજન, રીટા બહુગુણા જોષી, એન. બિરેનસિંહ, શંકરસિંહ વાઘેલા, ટી. વડક્કન, જ્યોતિરાદિત્ય સિંધિયા, કે.પી. યાદવ, પ્રિયંકા ચતુર્વેદી, પી.સી. ચાકો, જિતિન પ્રસાદ, સુષ્મિતા દેવ, લલિતેશ ત્રિપાઠી, પંકજ મલિક, હરેન્દ્ર મલિક, ઈમરાન મસુદ, અદિતિસિંહ, સુપ્રિયા એરન, આરપીએન સિંહ, અશ્વિની કુમાર, રિપુન બોરા, હાર્દિક પટેલ, સુનિલ જાખડ, કપિલ સિબ્બલ, કુલદીપ બિશ્નોઈ, જયવીર શેરગિલ, અનિલ એન્ટોની, સીઆર કેસવાન જેવા દિગ્ગજોએ પાર્ટી છોડી છે.
જે ૧ર ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ જેમણે ર૦૧૪ થી કોંગ્રેસ છોડી છે તેની વિગતો જોઈએઃ અશોક ચવ્હાણ, ર૦ર૪ ના કોંગ્રેસ છોડીને બીજેપીમાં જોડાયા છે, તેવી જ રીતે કિરણ કુમાર રેડ્ડી (૧ર માર્ચ, ર૦ર૩), બીજેપી, દિગંબર કામત (૧૪ સપ્ટેમ્બર, ર૦રર), બીજેપી, ગુલામ નબી આઝાદ (ર૬ ઓગસ્ટ, ર૦રર), નવી પાર્ટી બનાવી, રવિ નાઈક (૭ ડિસેમ્બર, ર૦ર૧) બીજેપી, કેટન અમરિન્દરસિંહ (ર નવેમ્બર, ર૦ર૧), બીજેપી, લુઈઝિન્હો ફાલેઈરો (ર૯ સપ્ટેમ્બર, ર૦ર૧) બીજેપી, એસએમ ક્રિષ્ના (ર૮ જાન્યુઆરી, ર૦૧૭) બીજેપી, એનડી તિવારી (૧૮ જાન્યુઆરી, ર૦૧૭) બીજેપી, પેમા ખાંડુ (૧૬ સપ્ટેમ્બર, ર૦૧૬) બીજેપી, અજીત જોગી (ર જૂન, ર૦૧૬ પાર્ટી બનાવી અને વિજય બહુગુણા ૩૧ જાન્યુઆરી, ર૦૧૪ ના કોંગ્રેસ છોડી બીજેપીમાં જોડાયા હતાં.
છેલ્લા ૧૦ વર્ષમાં કોંગ્રેસના પરાજયનો સીલસીલો જોઈએ તો લોકસભા ચૂંટણીઃ ર૦૧૯, હિમાચલ વિધાનસભા ચૂંટણીઃ ર૦૧૭, મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ ર૦૧૩-ર૦ર૩, ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીઃ ર૦૧૭-ર૦રર, ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ ર૦૧૭-ર૦રર, રાજસ્થાન વિધાનસભા ચૂંટણીઃ ર૦૧૩-ર૦ર૩, ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ ર૦૧૭-ર૦રર, છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીઃ ર૦૧૩-ર૦ર૩, બિહાર વિધાનસભા ચૂંટણીઃ ર૦૧પ-ર૦ર૦, ઝારખંડ વિધાનસભા ચૂંટણીઃ ર૦૧૪, સિક્કિમ વિધાનસભા ચૂંટણીઃ ર૦૧૪-ર૦૧૯, આસામ વિધાનસભા ચૂંટણીઃ ર૦૧૬-ર૦ર૧, અરૂણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ ર૦૧૦, નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણીઃ ર૦૧૩, ર૦૧૮, ર૦ર૩, મણિપુર વિધાનસભા ચૂંટણીઃ ર૦રર, મિઝોરમ વિધાનસભા ચૂંટણીઃ ર૦૧૮, ત્રિપુરા વિધાનસભા ચૂંટણીઃ ર૦૧૩, ર૦૧૮, ર૦ર૩, મેઘાલય વિધાનસભા ચૂંટણીઃ ર૦ર૩, બંગાળ વિધાનસભા ચૂંટણીઃ ર૦૧૬-ર૦ર૧, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઃ ર૦૧૪-ર૦૧૯, ઓરિસ્સા વિધાનસભા ચૂંટણીઃ ર૦૧૪, ર૦૧૯, ગોવા વિધાનસભા ચૂંટણીઃ ર૦૧૭-ર૦રર, કર્ણાટક વિધાનસભા ચૂંટણીઃ ર૦૧૮, તેલંગાણા વિધાનસભા ચૂંટણીઃ ર૦૧૮, આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ ર૦૧૪-ર૦૧૯, તમિલનાડુ વિધાનસભા ચૂંટણીઃ ર૦૧૬-ર૦ર૧, કેરળ વિધાનસભા ચૂંટણીઃ ર૦૧૬, ર૦ર૧, પંજાબ વિધાનસભા ચૂંટણીઃ ર૦રર, હરિયાણા વિધાનસભા ચૂંટણીઃ ર૦૧૪-ર૦૧૯ માં કોંગ્રેસનો પરાજય થયો છે. કોંગ્રેસે છેલ્લી વિધાનસભાની ચૂંટણી તેલંગાણામાં જીતી હતી, પરંતુ છેલ્લા દાયકામાં પરાજયની યાદી ઘણી લાંબી છે. જેથી આ દાયકો દેશની સૌથી જુની પાર્ટી માટે અત્યંત ખરાબ વિત્યો છે, તેમ કહી શકાય.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial