Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નાનકપુરી, દરેડ, પીઠડિયામાંથી દસ બોટલ કબજેઃ
જામનગર તા. ૧૯ઃ જોડિયાના કુન્નડ ગામમાં આવેલા એક શખ્સના વંડામાંથી પોલીસે દારૃની નાની મોટી ૯૧ બોટલ કબજે કરી છે. જ્યારે નાનકપુરી પાસેથી બે શખ્સ દારૃની પાંચ બોટલ સાથે ઝડપાયા છે. દરેડ અને પીઠડીયા ગામમાંથી બે શખ્સ પાંચ બોટલ સાથે પોલીસની ગિરફતમાં આવ્યા છે.
જોડિયા તાલુકાના કુન્નડ ગામમાં એક વંડામાં દારૃનો જથ્થો પડ્યો હોવાની બાતમી પરથી જોડિયાના પ્રોબે. પીઆઈ કે.આર. વાઘેલા તથા સ્ટાફે ગઈકાલે બપોરે જગુભા પુનાજી જાડેજાના વંડામાં દરોડો પાડી તલાશી લીધી હતી. ત્યાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૭૬ મોટી અને ૧૫ નાની બોટલ મળી આવી હતી. આ શખ્સે તે જથ્થો જામનગરના કપિલ ધનવાણી પાસેથી લીધો હોવાની કબૂલાત આપી છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી નાનક પુરી નજીકથી શનિવારે સાંજે પસાર થઈ રહેલા નવાગામ ઘેડના ખડખડનગરમાં રહેતા મુકેશ રાયમલભાઈ લોલાડીયા નામના શખ્સને પોલીસે રોકાવી તેના જીજે-૧૦-ડીડી ૬૯૨૯ નંબરના સ્કૂટરની તલાસી લીધી હતી. તે સ્કૂટરમાંથી અંગ્રેજી શરાબની બે બોટલ મળી આવતા પોલીસે રૂપિયા ૫૦ ૦૦૦નું સ્કૂટર અને બંને બોટલ કબજે કરી મુકેશની ધરપકડ કરી છે.
જામનગરના પવનચક્કી વિસ્તારથી આગળ નાનકપુરી નજીક બરફના કારખાના પાસે શનિવારે સાંજે પસાર થઈ રહેલા પટેલ પાર્કવાળા પ્રદિપસિંહ વિજયસિંહ રાઠોડ નામના શખ્સને રોકાવી પોલીસે તેની તલાશી લેતા આ શખ્સના કબજામાંથી અંગ્રેજી શરાબની ત્રણ બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ કબજે કરી પ્રદિપસિંહની ધરપકડ કરી છે. આ શખ્સની પ્રાથમિક પૂછપરછમાં તેણે બોટલ શંકર ટેકરીના વસીમ નામના શખ્સ પાસેથી લીધી હોવાની કબુલાત કરી છે.
જામનગરના દરેડ ગામ પાસેથી શનિવારે બપોરે જઈ રહેલા એફસીઆઈ ગોડાઉન સામે રહેતા પરેશ જીવાભાઈ ગોરડીયા નામના શખ્સને રોકાવી પોલીસે શકના આધારે તેની તલાસી લેતા તેના કબજા માંથી અંગ્રેજી શરાબની જુદી જુદી ત્રણ બ્રાંડની ચાર બોટલ મળી આવી હતી.
કાલાવડ શહેરમાંથી શનિવારે સાંજે પસાર થતા પીઠડીયા-ર ગામના દિનેશભાઈ વશરામભાઈ દોમડીયા નામના શખ્સને પોલીસે દારૃની એક બોટલ સાથે પકડી લીધો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial