Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૪૮૧ કિલો વોટના ૧પ હંગામી કનેકશન અપાયાઃ
જામનગર તા. ૧૯ઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રાવણી મેળામાં પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો મળી રહે, અને નાની મોટી મશીન મનોરંજનની રાઈડ ચાલુ કરવા માટેનો પૂરતો વીજ સપ્લાય ચાલુ રહે, તે માટે પ્રદર્શન મેદાનની આગળ અને પાછળના ભાગે જુદા જુદા ર૦૦ કેવીએ ના ૩ ટ્રાન્સફોર્મર ઊભા કરી દેવામાં આવ્યા છે, અને ૬૦૦ કેવીએનો વીજ લોડ ઉપલબ્ધ કરાવાયો છે.
જે જુદા જુદા ૧૧ કેવીએના જુદા જુદા ફીડર મારફતે મળા મેદાનમાં પાવર સપ્લાય ચાલુ રહેશે તે પ્રકારની વ્યવસ્થા પીજીવીસીએલના સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝન દ્વારા મેળાના પ્રારંભ પહેલાં જ ઊભી કરી દેવામાં આવી છે.
જામનગરના શ્રાવણી મેળાના રાઈડ ધારકો અને સ્ટોલ ધારકો વગેરે દ્વારા અલગ અલગ ૧પ જેટલા હંગામી વીજ કનેકશન મેળવવામાં આવ્યા છે, અને ૬૦૦ કિલો વોટ પૈકી ૪૮૧ કિલો વોટનું વિભાજન કરીને વીજ તંત્ર દ્વારા હંગામી વીજ જોડાણ આપવા માટેની સુવિધા પ્રાપ્ત કરવામાં આવી છે.
સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝનના નાયબ ઈજનેર અજય પરમાર તેમજ જુનીયર શર્મા અને સમગ્ર ટીમ દ્વારા મેળાના ૧પ દિવસ માટેની જરૃરી સ્ટાફની વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા સમગ્ર મેળા મેદાનની અંદર પ૦ થી વધુ થાંભલાઓ ઊભા કરીને તેમજ ૧૦૦ થી વધુ હેલોઝન લાઈટ લગાવીને સમગ્ર મેળાના મેદાનને ઝળહળતું કરવામાં આવ્યું છે. તેમજ લાઈટ જવાની સંભાવના ઉપસ્થિત થાય, તો તેના વિકલ્પ રૃપે જનરેટર સહિતની પણ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial