Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુવાન તથા તેના પત્ની, પુત્રને માર મારી પલાયનઃ
જામનગર તા. ૧૯ઃ ધ્રોલ નજીક લતીપુર-નાગપુરમાં રહેતા એક યુવાન શનિવારે રાત્રે પોતાના ઘરમાં નિદ્રાધીન હતા ત્યારે ચોરીના ઈરાદે ઘૂસેલા ચાર શખ્સે ખાંખાખોળા શરૃ કર્યા હતા. આ વેળાએ જાગી ગયેલા યુવાને પ્રતિકાર કરતા તેમના પર ધોકાથી હુમલો કરાયો હતો. વચ્ચે પડનાર આ યુવાનના પત્ની તથા પુત્રને પણ માર મરાયો હતો.
ધ્રોલ તાલુકાના લતીપુર પાસે નાગપુર ગામમાં રહેતા દિલીપભાઈ કુરજીભાઈ તળપદા નામના પટેલ ખેડૂતના મકાનમાં શનિવારની રાત્રે કોઈ શખ્સો ધોકાઓ સાથે ઘૂસી ગયા હતા.
ચારેક જેટલા આ શખ્સોએ મકાનના ઓસરીના દરવાજાના તાળાનો નકૂચો તોડી નાખી ચોરીનો પ્રયાસ કર્યો હતો. આ વેળાએ અવાજ થતા દિલીપભાઈ જાગી ગયા હતા અને તેઓએ તસ્કરોને પડકાર્યા હતા. આ વેળાએ ચારેય શખ્સે ધોકા વડે હુમલો કરી દિલીપભાઈને આડેધડ માર માર્યાે હતો. ત્યારે દિલીપભાઈના પત્ની સંગીતા બેન તથા પુત્ર જયદેવ આવી જતા તેઓને પણ ધોકાથી માર મારી ઈજા પહોંચાડવામાં આવી હતી. દિલીપભાઈએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial