Advertisement
Author: નોબત સમાચાર

બાઈક આડે કૂતરૃ ઉતરતા અકસ્માતમાં તરૃણનું મૃત્યુઃ ધુંવાવ પાસેના અકસ્માતમાં મહિલાનંુ મૃત્યુ

કાલાવડના ફલ્લા પાસે બાઈકને મોટરે ઠોકર મારતા વાવડી ગામના વૃદ્ધ પર કાળનો ક્રુર પંજોઃ

જામનગર તા. ૧૯ઃ કાલાવડના નાની વાવડી ગામ પાસે શનિવારે સવારે બે બાઈક ટકરાતા નાની વાવડી ગામના વૃદ્ધનુું ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયું હતું. જ્યારે ફલ્લા પાસે એક બાઈકચાલકને મોટરે ઠોકર મારી પછાડતા તેઓનું મૃત્યુ નિપજ્યું હતું. ઉપરાંત બાઈક આડુ કૂતરૃ ઉતરતા બાલંભડી ગામ નજીક સ્લીપ થયેલા પરપ્રાંતિય સગીરનું મૃત્યુ થયું છે અને દોઢેક મહિના પહેલાં ધુંવાવ પાસે સર્જાયેલા અકસ્માતમાં ઘવાયેલા મહિલા પર કાળનો પંજો પડ્યો છે.

કાલાવડ તાલુકાના નાની વાવડી ગામમાં રહેતા પ્રેમજીભાઈ રામજીભાઈ સાંગાણી (ઉ.વ.૭૫) નામના પટેલ વૃદ્ધ શનિવારે સવારે પોતાના ઘરેથી જીજે-૩ એએફ ૪૭૦૯ નંબરના મોટરસાયકલ માં પેટ્રોલ પુરાવવા માટે નીકળ્યા હતા. તેઓ પેટ્રોલ ભરાવ્યા પછી ઘર તરફ પરત આવતા હતા ત્યારે નાની વાવડીના જુના પાટીયા નજીક જીજે-૩૭-એન ૭૫૧૫ નંબરનું બાઈક ધસી આવ્યું હતું. તેના ચાલકની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હતો. ૭૫૧૫ નંબરના બાઇકની ટક્કરથી પ્રેમજીભાઈ પછડાયા હતા. તેઓને માથાના પાછળના ભાગમાં ગંભીર ઈજા થઈ હતી. આ વૃદ્ધનું સારવારમાં ખસેડવામાં આવ્યા પછી મૃત્યુ નિપજ્યું છે. રાજકોટમાં ઢેબર રોડ પર રહેતા મૃતકના પુત્ર અશ્વિનભાઈ સાંગાણીએ કાલાવડ  શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગર-રાજકોટ હાઇવે પર આવેલા ફલ્લા ગામ નજીકના કંકાવટી ડેમના પાટિયા પાસેથી શનિવારે સવારે પસાર થઈ રહેલા જોડીયા તાલુકાના વાવડી ગામના મૂળુભાઈ રવાભાઈ ડાંગર નામના પ્રૌઢના જીજે-૧૦ં એકે ૬૦૮૪ નંબરના મોટર સાયકલને જીજે-૫ જેએફ ૧૪૭૮ નંબરની મોટરના ચાલકે ઠોકર મારી હતી. આ અકસ્માતમાં રોડ પર પછડાયેલા મુળુભાઈને માથા તથા કપાળ અને પગમાં ગંભીર થતાં તેઓનંુ મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર ભાવેશભાઈ ડાંગરે મોટરચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

કાલાવડ તાલુકાના મુળીલા ગામમાં ગીરીરાજસિંહ ચુડાસમા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના ખેડા ગામના વતની રીતેશભાઈ પીંજુસિંહ ડામોર નામના ૧૭ વર્ષના યુવાન શનિવારે સાંજે ખરીદી કરવા માટે બાલંભડી ગામમાં આવ્યા હતા. ત્યાંથી પરત જતી વખતે ગોળાઈમાં તેમના બાઈક આડે અચાનક એક કૂતરું આડું ઉતરતા રીતેશભાઈનનું મોટરસાયકલ સ્લીપ થયું હતું માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ઈજા પામેલા આ યુવાનને સારવાર માટે કાલાવડ દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યાનું પિતા પીંજુસિંહ સુબાભાઈ ડામોરે પોલીસમાં જાહેર કર્યું છે.

જામનગર તાલુકાના શેખપાટ ગામમાં રહેતા હિમાંશુભાઈ અનિલભાઈ નિમાવત નામના યુવાનના પત્ની જાગૃતિબેન (ઉ.વ.૩ર) તેમજ સાત વર્ષની પુત્રી સીયા ગઈ તા.૨૬ જુનની સવારે જામનગર આવ્યા પછી ગુલાબ નગરથી શેખપાટ પરત જવા માટે માઈસ્ટ્રો સ્કૂટરમાં નીકળ્યા હતા. માતા-પુત્રી જ્યારે ધુંવાવ નજીક હાઉસીંગ બોર્ડ પાસે પહોંચ્યા ત્યારે જીજે-૧૦-ડીઆર ૧૨૧૬ નંબરની મોટરે અકસ્માત સર્જયો હતો. જેમાં  સીયા તથા જાગૃતિબેન ફેંકાઈ ગયા હતા. બાળકીને હોઠ સહિતના શરીરના અન્ય ભાગમાં નાની મોટી ઈજા થઈ હતી. જ્યારે જાગૃતિબેનને પાંસળી તથા માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. આ મહિલાનું સારવારમાં મૃત્યુ થયું છે. હિમાંશુભાઈએ મોટરચાલક સામે ફરિયાદ નોંેંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh