Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધ્રોલ તથા સીંગચમાંથી ૧૨ પત્તાપ્રેમી પકડાઈ ગયાઃ જુગાર પકડવા પોલીસના ૧૩ દરોડાઃ
જામનગર તા. ૧૯ઃ ધ્રોલમાં ગંજીપાના વડે જુગાર રમતા છ શખ્સ પોલીસના દરોડામાં પકડાયા છે. જૂના ભીમવાસ પાસેથી ત્રણ મહિલા સહિત છને તીનપત્તી રમતા ઝડપી લેવાયા છે. નવાગામ ઘેડમાંથી પાંચ મહિલા સહિત સાત ગંજીપાનાથી જુગાર રમતા ઝડપાયા છે. જુગારના કુલ ૧૩ દરોડામાં ૫૮ શખ્સ મળી આવ્યા છે અને એક નાસી ગયો છે. પટમાંથી કુલ રૃપિયા એકાદ લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે.
ધ્રોલ શહેરમાં માણેકપર ચોકડીથી આગળ તળાવ પાસે બાવળની જાળીઓમાં રવિવારે બપોરે જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી મળતાં ધ્રોલ પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડ્યો હતો ત્યાં ગંજીપાનાથી જુગાર રમી રહેલા રૃખાભાઈ નાજાભાઇ ગમારા, ભરત ઉર્ફે લાખા હરજીભાઈ ગમારા, ભુપત બુટાભાઈ ભુંડીયા, વિરમ કારાભાઈ ભુંડિયા, સતીશ માંડાભાઈ ચાવડીયા, વાલાભાઈ દેવાભાઈ ભુંડીયા નામના છ શખ્સ પકડાઈ ગયા હતા. પોલીસ પટમાંથી રૃા.૧૦,૪૦૦ રોકડા કબજે કરી ગુન્હો નોંધ્યો છે.
જામજોધપુર તાલુકાના ગોરખડી ગામના પાદરમાં શનિવારે રાત્રે જુગારની જમાવટ થઈ હોવાની બાતમી પરથી શેઠવડાળા પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડ્યો હતો ત્યાં તીનપત્તી રમી રહેલા રાયદે રામજીભાઈ પરમાર, જીતેશ સવજીભાઈ સાંગેચા, ભીખાભાઈ રામજીભાઈ પરમાર, રાયશીભાઈ જીવાભાઇ પરમાર નામના ચાર શખ્સ મળી આવ્યા હતા. પટમાંથી પોલીસે રૃા.૪૯૮૦ કબજે કર્યા છે .
જામજોધપુર તાલુકાના જૂની આંબરડી ગામની સીમમાં આવેલા રવિરાજસિંહ જાડેજા નામના ખેડૂતના ખેતર નજીકના સરકારી ખરાબામાં રવિવારે સવારે જુગાર રમી રહેલા દેવસુર સોમાતભાઈ ડાંગર, વિજય ગોરાભાઈ સોલંકી, જુગલ લખમણભાઇ હુણ, પ્રદીપ કરસનભાઈ રાજાણી, રવિરાજસિંહ પ્રવિણસિંહ જાડેજા, અશરફ ઈશાભાઈ હાલેપોત્રા નામના છ શખ્સને પોલીસે રૃા.૧૩,૬૩૦ સાથે પકડી પાડી ગુન્હો નોંધ્યો છે.
જામનગરના જૂના રેલવે સ્ટેશન પાસે આવેલા ભીમવાસની શેરી નં.૩ નજીક શનિવારે રાત્રે જુગાર રમાતો હોવાની બાતમી મળતા સિટી બી ડિવિઝનના સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા રાજુ પરબતભાઈ વિરમગામા, જયદીપસિંહ મહિપતસિંહ ચૌહાણ, મૂળજીભાઈ દલપતભાઈ કાંજીયા તથા હંસાબેન જગદીશભાઈ વાઘેલા, વર્ષાબેન ચંદ્રેશભાઇ રાઠોડ, દીપિકાબેન મૂળજીભાઈ કાંજીયા નામના છ વ્યક્તિ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૃા.૧૪,૨૫૦ રોકડા કબજે કરી જુગારધારાની કલમ-૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
ધ્રોલના ગાયત્રીનગરમાં ડફેરવાસ પાસે શનિવારે સાંજે જુગાર રમતા શબ્બીર કાસમ ખેરાણી, ઓસમાણ આરબીભાઈ સુમારીયા, ફારૃક ગફારભાઈ જુણેજા નામના ત્રણ શખ્સ રૃા.૩૦૧૦ સાથે ઝડપાઈ ગયા હતા.
જામનગર તાલુકાના ગોરધનપર ગામમાં પેટ્રોલપંપ પાછળ ગઈરાત્રે જુગાર રમતા રાહુલ ધરમશીભાઈ પરમાર, ભાવેશ સુનિલભાઈ મકવાણા, રવિ મહેન્દ્રભાઈ પરમાર, શૈલેષ સોમાભાઈ પરમાર, પ્રફુલ દિનેશભાઈ રાઠોડ નામના પાંચ શખ્સ પોલીસના દરોડામાં પકડાઈ ગયા હતા. અરૃણ રાજુભાઈ પરમાર નામનો શખ્સ નાસી ગયો હતો. પટમાંથી રૃા.૨૯૪૦ કબજે થયા છે.
જામજોધપુરના શેઠવડાળા ગામમાં ગઈકાલે બપોરે તીનપત્તી રમતા રેનીશ જગદીશભાઈ વાઘેલા, રમણીક ભાઈ નાથાભાઈ ચાવડા, રમેશ પાલાભાઈ રાઠોડ, વિનોદ લાલજીભાઈ ચાવડા નામના ચાર શખ્સને રૃા.૧૧૯૦ સાથે પકડી લેવાયા છે.
લાલપુરના સીંગચ ગામમાં ગઈકાલે સાંજે જુગાર રમતા ખીમાભાઈ સીદાભાઈ ઢચા, પ્રવીણ મેઘાભાઈ ઢચા, પુનાભાઈ ભુરાભાઈ રાઠોડ, રાજુ ધનજીભાઈ જોડ, ગોવિંદ સામાભાઈ રાઠોડ, સામત લાખાભાઈ કારીયા નામના છ શખ્સને પોલીસે રૃા.૧૭૩૪૦ સાથે પકડી લીધા છે.
જામનગરના જાગૃતિનગર પાસેથી ગઈકાલે ગોપાલ ડાયાભાઈ ભાટી, ગોપાલ મંગળભાઈ ચૌહાણ, રમેશ કાનજીભાઈ ડાભી નામના ત્રણ શખ્સ તીનપત્તી રમતા રૃા.૩૦૨૦ સાથે ઝડપાયા છે.
જામનગરના કાલાવડ નાકા બહાર મોટા પીરના ચોકમાં ગઈ રાત્રે જુગાર રમતા ગની ઈસ્માઈલ પટાસ, ઈમ્તિયાઝ મહંમદ હમીરકા નામના બે શખ્સ રૃા.૧૦૨૦૦ સાથે પકડાઈ ગયા છે.
ધ્રોલના લતીપરમાં ગઈરાત્રે તીનપત્તી રમતા વિજય મેરૃભાઈ માલકીયા, નવઘણ મેરાભાઈ ભુંડીયા, સુરેશ હરજીભાઈ ઝુંઝા, પિન્ટુ જીવણભાઈ દંતેસરીયા, અભય રમણીકભાઈ માલકીયા, સંજય ઓધવજીભાઈ સરવૈયા, રવિ જીવણભાઈ દંતેસરીયા નામના સાત શખ્સ રૃા.૪૪૬૦ સાથે પોલીસના દરોડામાં પકડાયા હતા.
જામનગરના નાની ખાવડી ગામમાં ગઈકાલે રાત્રે જુગાર રમતા જીતેશ માણેકચંદ નગરીયા, સુનિલ છગનભાઈ ગુઢકા, કિશોર છગનભાઈ ગુઢકા, જોગીદાન રાજુભાઈ હાજાણી, સુજલ વિનોદભાઈ ગોસરાણી, હિત સુભાષભાઈ ગોસરાણી, વિનોદ ડાયાભાઈ સુરડીયા નામના સાત શખ્સને પોલીસે રૃા.૧૩૮૫૦ સાથે પકડી લેવાયા છે.
જામનગરના નવાગામ ઘેડ નજીક મધુરમ રેસીડેન્સીમાં ગઈકાલે રાત્રે તીનપત્તી રમતા વિશાલ હસમુખભાઈ પીઠડીયા, રવિ કિશોરભાઈ પીઠડીયા, વિમલાબેન શિવરાજસિંહ ખાચર, સરલાબેન નરેશભાઈ આહિર, ગીતાબેન ગુરૃમુખદાસ લાલવાણી, મોતીબેન કાનાભાઈ ચાવડા, જીવતીબેન રાજાભાઈ બાબરીયા નામના સાત વ્યક્તિને પોલીસે પકડી લીધા હતા. પટમાંથી રૃા.૧૪૨૭૦ કબજે કરાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial