Advertisement
Author: નોબત સમાચાર

પ્રદર્શન ગ્રાઉન્ડ આજુબાજુના માર્ગો ભારે વાહનો માટે બંધઃ વૈકલ્પિક રસ્તા સૂચવાયા

શ્રાવણી મેળો હોવાથી ર૦ ઓગસ્ટથી ૭ સપ્ટે. સુધી

જામનગર તા. ૧૯ઃ જામનગરના પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળાના મુખ્ય દિવસો દરમિયાન અકસ્માત નિવારવા હેતુથી તા. ર૦-૮-ર૦ર૪ થી તા. ૭-૯-ર૦ર૪ સુધી સાત રસ્તા સર્કલથી જિ.પંચા. સર્કલ અને પ્રદર્શન ગ્રાઉન્ડ, મીગ કોલોની સુધીનો રસ્તો ભારે વાહનો માટે બંધ કરવા મ્યુનિ. કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.

સવારે ૯ થી રાત્રે ૧ર વાગ્યા સુધી આ માર્ગે ભારે વાહનો માટે પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. સાત રસ્તા સર્કલથી એસ.ટી. બસ સ્ટેન્ડ રોડ પરથી પવનચક્કી સર્કલ થઈ પંપ હાઉસ રોડ થઈ લાલપુર બાયપાસ ચોકડી તરફનો ડાયવર્ઝન રૃટ પર અવરજવર થઈ શકશે.

સાત રસ્તા સર્કલ થઈ જનતા ફાટક, ચોકડીથી જકાતનાકા સર્કલ, હરિયા કોલેજ રોડથી સાંઢિયા પુલ થઈ રાજકોટ તરફ જઈ શકાશે. ઉપરાંત સુભષ બ્રીજથી અંબર ચોકડી, જી.જી. હોસ્પિટલ, પંચવટી, બ્રુકબોન્ડ સર્કલ, શરૃ સેક્શન રોડથી પાયલોટ બંગલા, સંતોષી માતાજી મંદિરથી સાત રસ્તા થઈ એસ.ટી. બસ સ્ટેન્ડ તરફ જઈ શકાશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh