Advertisement
Author: નોબત સમાચાર

ભારતીય કોસ્ટગાર્ડના ડીજી રાકેશ પાલનું હાર્ટ એટેકથી નિધનઃ શોક

ચેન્નાઈની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

નવી દિલ્હી તા. ૧૯ઃ કોસ્ટ ગાર્ડના ડીજી રાકેશ પાલનું હાર્ટ એટેકથી નિધન થતાં દેશભરમાં શોકની લાગણી ફેલાવા પામી છે.

ભારતીય કોસ્ટ ગાર્ડના મહાનિર્દેશક રાકેશ પાલનું રવિવારે હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું. રાકેશ પાલે તામિલનાડુના ચેન્નાઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. ભારતીય કોસ્ટ ગાર્ડ ઓફિસરે આ જાણકારી આપી છે. કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ અને તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને ભારતીય કોસ્ટ ગાર્ડના મહાનિર્દેશકના નિધન પર શોક વ્યકત કર્યો છે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે ચેન્નાઈમાં ભારતીય કોસ્ટ ગાર્ડના મહાનિર્દેશક રાકેશ પાલના અકાળ અવસાન પર ગહન શોક વ્યકત કર્યો છે. તેણે કહ્યું કે તે એક સક્ષમ અને પ્રતિબદ્ધ અધિકારી હતા.

તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને પણ રાકેશ પાલના નિધન પર શોક વ્યકત કર્યો હતો. મુખ્યમંત્રીએ વ્યક્તિગત રીતે તેમને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. રાજનાથ સિંહ ભારતીય કોસ્ટ ગાર્ડના મહાનિર્દેશક રાકેશ પાલના નિધન પર તેમના સત્તાવાર એકસ એકાઉન્ટ પર એક પોસ્ટ દ્વારા શોક વ્યકત કર્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh