Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં વૃક્ષોના છેદનની પ્રવૃત્તિ સામે કડક પગલાની જોગવાઈ કરવા માંગણી

ગ્રીન ખંભાળીયા દ્વારા

ખંભાળીયા તા. ૧૭ઃ તાજેતરમાં ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ખાસ નિર્ણય કેબીનેટ દ્વારા વૃક્ષછેદન પ્રવૃત્તિ માટે કડક જોગવાઈ કરી તેને ખંભાળીયા પર્યાવરણ જાગૃતિ સંસ્થા ગ્રીન ખંભાળીયાએ આવકારીને ગુજરાતના પણ આવા કડક પગલાની જોગવાઈ કરવા માંગ કરાઈ છે.

પરવાનગી વગર મહારાષ્ટ્રમાં વૃક્ષો કાપનારને પ૦ હજારનો આકરો દંડ, વૃક્ષ કાપવામાં વપરાતા સાધનો, વાહનો સરકાર દ્વારા જપ્ત થશે તથા આ બાબતે ખાસ વટહુકમ લાવવામાં આવનાર છે. આવું ગુજરાતમાં પણ કરવું જોઈએ.

ગ્રીન ખંભાળીયા સંસ્થા દ્વારા ગુજરાતમાં શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં વૃક્ષારોપણ કરવા ઈચ્છતા લોકોને મનગમતા વૃક્ષોના રોપા મળે, વૃક્ષો વાવવામાં આવે તેના પર ટ્રી ગાર્ડની વ્યવસ્થા તંત્ર કરે. પાલિકા પંચાયતો દ્વારા પોતાના વિસ્તારોમાં વૃક્ષારોપણ ઉછેરની વ્યવસ્થા સાથે થાય તથા જંગલ વિભાગ જે વૃક્ષો વાવે છે તેના માટે ૫ૂરતું પાણી સમયસર મળી રહે. વાવેલું વૃક્ષ મુરઝાય નહીં પણ મોટું થાય ત્યાં સુધી દેખરેખ રાખવા માંગ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh