Advertisement
Author: નોબત સમાચાર

દોઢીયા ગામમાં આવેલી ખેતીની જમીન અંગે કનસુમરાના મહિલા સાથે છેતરપિંડી

રૃા.૪૬ લાખ પિતા-પુત્ર ઓળવી ગયાની કરાઈ ફરિયાદઃ

જામનગર તા. ૧૯ઃ જામનગરના દોઢીયા ગામમાં આવેલી ખેતીની એક જમીન અંગે કનસુમરા ગામના મહિલા સાથે જામનગરની મયુર ટાઉનશીપમાં રહેતા પિતા, પુત્રએ રૃા.૪૬ લાખ ઉપરાંતની છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. આ પિતા-પુત્રએ અગાઉ પણ એક આસામી સાથે ૧૩ લાખની છેતરપિંડી કર્યાની કેફિયત આપવામાં આવી છે.

જામનગર તાલુકાના દોઢીયા ગામમાં આવેલી ખેતીની દિનેશ લવજીભાઈ મુંગરાની જમીન ખરીદવા માટે વર્ષ ૨૦૧૯માં કનસુમરાના નઝમાબેન ઈકબાલભાઈ ખીરાએ વાતચીત કર્યા પછી દિનેશના ભાઈ પરેશ મુંગરાએ પોતાની જમીનનો કેવલ દિનેશભાઈ મુંગરા પાસેથી અવેજની રકમ મેળવી વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હોવા છતાં નઝમાબેનને દસ્તાવેજ કરી આપ્યો હતો.

આ માટેનું સોગંદનામુ હોવાની જાણ હોવા છતાં દિનેશ મુંગરાએ દોઢીયા ગામની જમીનનો દસ્તાવેજ કર્યાે હતો. તે માટે રૃા.૪૬ લાખ ૧૦ હજાર મેળવાયા હતા. તે પછી દિનેશે વાંધા અરજી રજૂ કરી હતી. તેથી વાતચીત કરાયા પછી દિનેશે વાંધા અરજી પરત ખેંચી લીધી હતી.

તે જ રીતે નાથુભાઈ ખીમજીભાઈ રાઠોડ સાથે પણ દિનેશ લવજીભાઈ મુંગરા તથા કેવલ દિનેશભાઈ મુંગરાએ વેચાણ કરાર કરી રૃા.૧૩ લાખ ૧ હજારની છેતરપિંડી કરી હતી. આ બાબતની નઝમાબેને સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે દિનેશ મુંગરા તથા તેના પુત્ર કેવલ મુંગરા સામે આઈપીસી ૪૦૬, ૪૨૦, ૧૧૪ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh