Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઝેરી દવા પી લીધા પછી સારવારમાં થયું મૃત્યુઃ
જામનગર તા. ૧૯ઃ ધ્રોલની આંબેડકર સોસાયટીમાં વસવાટ કરતા એક યુવાને પોતાની વેલ્ડીંગકામ ની દુકાન ચાલતી ન હોવાને કારણે ચિંતામાં પડી ગયા પછી ઝેરી દવા પી લીધી હતી. આ યુવાનનું સારવારમાં મૃત્યુ નિપજયું છે.
ધ્રોલના જોડીયા રોડ પર આવેલી આંબેડકર સોસાયટીમાં રહેતા દીપકભાઈ બાબુભાઈ વાઘેલા નામના ૨૨ વર્ષના યુવાને વેલ્ડીંગ કામની દુકાન થોડા સમય પહેલાં શરૃ કરી હતી. તેમાં ધંધો સારી રીતે ચાલતો ન હોવાથી દીપકભાઈ સતત ચિંતા કરતા રહેતા હતા. આ યુવાને ગઈ તા.૮ની રાત્રે પોતાના ઘરે કોઈ ઝેરી દવા પી લીધી હતી. સારવાર માટે ધ્રોલ દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા યુવાનનું શનિવારે મૃત્યુ નિપજ્યું છે. મૃતકના મોટાભાઈ દેવશીભાઈ બાબુભાઈ વાઘેલાએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial