Advertisement
Author: નોબત સમાચાર

મતવા માલધારી સમાજનું આવતીકાલે સંમેલનઃ માવડીયુ માઁ ના ઉર્ષની ઉજવણી

શિક્ષણનો વ્યાપ વધારવા સમાજને એક તાંતણે બાંધવાનો હેતુ

જામનગર તા. ૧૯ઃ જામનગર ના મતવા ગામમાં આવતીકાલે ર૦-ઓગસ્ટના માલધારી સમાજનું સંમેલન યોજાશે, અને મતવા સમાજના આસ્થાના પ્રતીક માવડીયુ માઁ ના ઉર્ષની પણ ઉજવણી કરાશે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છમાંથી મતવા માલધારી સમાજના લોકો ઉપસ્થિત રહેશે.

મતવા કુરેશી માલધારી સમાજની આસ્થાનું પ્રતીક અને મતવા સમાજના મહાન વલી માવડીયું માઁ સાહેબની દરગાહ જામનગર જિલ્લાના મતવા ગામમાં છે. જ્યા માવડીયું માઁ સાહેબના ઉર્ષમુબારકની શાનદાર ઉજવણીના ભાગરૃપે ધોરાજીમાં સમસ્ત સૌરાષ્ટ્ર મતવા માલધારી સમાજના પ્રમુખ હાજી અમીનભાઈ મતવા ભંગારવાલા અને ઉપપ્રમુખ યુનુસભાઈ જિંદાણી (પોરબંદરવાળા) દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

મતવા માલધારી સમાજના મહાનવલ્લી અલ્લાહ માવડીયું માઁ સાહેબના ઉર્ષમુબારકની ઉજવણી અંગે ચર્ચા થઈ હતી. સમાજને એક તાંતણે બાંધવાના મુખ્ય હેતુથી હાજી અમીનભાઈ મતવા અને યુનુસભાઈ જિંદાણી (પોરબંદરવાળા) અને મતવા માલધારી સમાજની ઉપસ્થિતિમાં એક સંમેલન પણ યોજાનાર છે.

તા. ર૦-ઓગસ્ટના સવારે દરગાહ શરીફ પર ગુસલ શરીફની રશ્મ અને બાદમાં સાંજે ૪.૦૦ કલાકે મતવા ગામમાં આવેલ મતવા મસ્જિદથી વિશાળ સંદલ શરીફ નીકળશે, જે દરગાહ શરીફ પાસે પૂર્ણ થશે.

આ સંમેલનનો મુખ્ય હેતુ સમાજને એક તાંતણે બાંધવા અને સમાજમાં એજ્યુકેશનનો વ્યાપ વધારવા માટેનો છે.

આ તકે મતવા માલધારી સમાજના સૌરાષ્ટ્રના પ્રમુખ હાજી અમીનભાઈ મતવા અને યુનુસભાઈ જિંદાણીએ જણાવ્યું હતું કે, ઉર્ષ અને સંમેલનની સાથોસાથ સમાજના શ્રેષ્ઠીઓ અને તેજસ્વી તારલાઓ અને એજ્યુકેશન મેળવી અને સારી પોસ્ટ પર નિમણૂક પામેલા જ્ઞાતિ રત્નો ડોક્ટર, વકીલ, એન્જિનિયર, પ્રોફેસર સહિતના જ્ઞાતિ રત્નોનો સન્માન સમારોહ પણ યોજવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh