Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ય એક કેસમાં એક વર્ષની ફટકારાઈ સજાઃ
જામનગર તા. ૧૯ઃ જામનગરના એક આસામીને રૃા.૯૦ હજારના ચેક પરતના કેસમાં અદાલતે એક વર્ષની કેદ અને દંડ ફટકાર્યા છે. જ્યારે એક પેઢીના ત્રણ સંચાલકને રૃા.પ લાખના ચેક પરતના કેસમાં બે-બે વર્ષની સજા કરવામાં આવી છે.
જામનગરમાં વસવાટ કરતા ત્યાગરાજ જયસિંહ મોરી પાસેથી એક્રોમીક બાથ ફીટીંગ્સ નામની પેઢીના સંચાલકોએ હાથઉછીના રૃા.૫ લાખ મેળવ્યા હતા. તે પરત આપવા માટે ત્યાગરાજને ચેકથી આપવા માટે એક્રોમીક બાથ ફીટીંગ્સ દ્વારા ચેક અપાયો હતો. તે ચેક પરત ફરતા નોટીસ પાઠવ્યા પછી ત્યાગરાજે કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી.
તે કેસ ચાલી જતાં અદાલતે એક્રોમીક બાથ ફીટીંગ્સના ડાયરેકટર ક્રિષ્ણકાંત આણંદલાલ અજુડીયા, ઋષભ ક્રિષ્ણકાંત, જગદીશ આણંદલાલને તકસીરવાન ઠરાવી બે-બે વર્ષની કેદસજા તથા રૃા.૧૦ લાખનો દંડ ફટકાર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ વીપુલ જાની, અર્પિત રૃપાપરા રોકાયા હતા.
જામનગરના ફિરોઝ વલીમામદ ચૌહાણ પાસેથી રૃા.૯૦ હજાર તેમના મિત્ર અરબીદ અબ્બાસ સાંઢે હાથ ઉછીના મેળવ્યા હતા અને ચેક આપ્યો હતો. તે ચેક પરત ફર્યાની પણ ફિરોઝ વલીમામદે ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ નયન કનખરા, કપિલ વશીયર રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial