Advertisement
Author: નોબત સમાચાર

ગોરધનપરની જમીન અંગે કરાયેલી અપીલ પણ અદાલતે રાખી નામંજૂર

નીચેની કોર્ટનો હુકમ રહ્યો યથાવતઃ

જામનગર તા. ૧૯ઃ જામનગરના ગોરધનપર ગામમાં આવેલી એક જમીન અંગે દાવો થયા પછી અદાલતે તે જમીન મૂળ માલિકને સોંપી આપવા હુકમ કર્યાે હતો. તે હુકમ સામે જિલ્લા અદાલતમાં અપીલ થઈ હતી. તેને પણ નામંજૂર કરવામાં આવી છે.

જામનગર તાલુકાના ગોરધન૫ર ગામમાં સર્વે નં.૯૨ વાળી ખેતીની જમીન ભીખાભાઈ નગાભાઈ મોઢવાડીયાએ ખરીદ્યા પછી તેઓએ વર્ષ ૧૯૮૦થી આ જમીનનો કબજો ધરાવતા હોવાનું જણાવી અદાલતમાં દાવો કર્યાે હતો.

તે દાવા સામે મૂળ માલિકોએ તકરાર લઈ સામો દાવો કર્યાે હતો. અદાલતે ભીખાભાઈ મોઢવાડીયાનો દાવો નામંજૂર કર્યાે હતો અને પ્રતિવાદી મુળીબેન માધાભાઈ ભટ્ટી વગેરેનો દાવો મંજૂર કરી જમીનનો ખાલી કબજો સોંપી આપવા હુકમ કર્યાે હતો.

આ હુકમ સામે ભીખાભાઈ મોઢવાડીયાના વારસ દેવશીભાઈ વગેરેએ ઉપરની કોર્ટમાં અપીલ કરી હતી. તે અપીલ પણ નામંજૂર થઈ છે. પ્રતિવાદી તરફથી વકીલ એસ.આર. કણઝારીયા, રૃપલ બી. દવે, પી.એ. પંડયા, આશિષ કણઝારીયા, રવિ ચોપડા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh