Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લઘુશંકા કરવા ગયેલા યુવાન બેભાન બન્યા પછી મોતઃ
જામનગર તા. ૧૯ઃ જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલી બેડ નજીકના પુલ પરથી શનિવારે સાંજે જામનગરમાં ફળનો વેપાર કરતા મેમણ યુવાન કોઈ રીતે પડી ગયા પછી ડૂબી જવાથી મોતને શરણ થયા છે. જ્યારે દરેડ જીઆઈડીસીમાં ખુલ્લા પ્લોટમાં ઝૂંપડામાં વસવાટ કરતા એક પરપ્રાંતીય યુવાન બેભાન બની ઢળી પડ્યા પછી મોતની ગોદમાં સરી ગયા છે.
જામનગરના કાલાવડના નાકા વિસ્તારમાં આવેલી રંગુન વાલા હોસ્પિટલ પાસે વસવાટ કરતા અને ફળનો વ્યવસાય કરતા મુસ્તુફાભાઈ કાસમભાઈ હાર નામના ૨૫ વર્ષના મેમણ યુવાન કોઇ રીતે જામનગર ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલી બેડ ગામની નદીના બેઠા પુલ પર શનિવારે સાંજે પહોંચ્યા હતા.
ત્યાંથી કોઈ રીતે મુસ્તુફાભાઈ નદીમાં પડી જતા ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે. અબ્દુલઇમામભાઈ કાસમભાઈ મેમણે પોલીસને જાણ કરી છે.
જામનગર નજીક દરેડમાં જીઆઈડીસી વિસ્તારમાં શિવ સર્કલ નજીક ઝૂંપડામાં રહેતા ભલુભાઈ રતનભાઈ વસુનીયા નામના મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વતની યુવાન શનિવારે રાત્રે પોતાના રહેણાંક પાસે લઘુશંકા કરવા માટે ગયા ત્યારે કોઈ રીતે બેભાન બની ઢળી પડ્યા હતા. તેઓને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા પછી ફરજ પરના તબીબે મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. સચિન મદનભાઈ મોરીએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial