Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રવિવારે ન્યાયમૂર્તિના ઘેર રજૂ કરાયો હતોઃ
જામનગર તા. ૧૯ઃ જામનગરના જનતાફાટક વિસ્તારમાંથી એલસીબીએ એક શખ્સને પિસ્તોલ તથા ત્રણ જીવંત કારતૂસ સાથે પકડી પાડ્યો હતો. આ શખ્સને રવિવારે અજાણ્યા શખ્સે ન્યાયમૂર્તિના ઘેર રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં આરોપીના વકીલે કરેલી દલીલોને ગ્રાહ્ય રાખી આરોપીને જામીન પર છોડવામાં આવ્યો છે.
જામનગરના જનતાફાટક વિસ્તાર પાસે એલસીબીએ ગયા સપ્તાહે અક્ષય રામભાઈ ચાવડા નામના શખ્સને શકના આધારે રોકાવી તેની તલાશી લેતા તેના કબજામાંથી એક પિસ્તોલ તથા ત્રણ જીવંત કારતૂસ મળી આવ્યા હતા.
આ શખ્સ સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નાંેધવામાં આવ્યો હતો અને તેની ધરપકડ કરાઈ હતી. આ આરોપીને ગઈકાલે રવિવારના દિને ન્યાયમૂર્તિના ઘેર રિમાન્ડની માગણી સાથે રજૂ કરવામાં આવ્યો હતો. આ વેળાએ આરોપી તરફથી રોકાયેલા વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, એચ.આર. ગોહિલ, રજનીકાંત નાખવા, નિતેશ મુછડીયાએ કરેલી દલીલોને ગ્રાહ્ય રાખી અદાલતે આરોપીને જામીન પર મુકત કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial